________________
સ્તુતિ ગાથાઓ
મહાવીર ઃ
२
जयइ सुयाणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरु लोगाणं, जयइ महप्पा महावीरो ॥
ર
-
=
શબ્દાર્થ :- સુવાળ - સમગ્ર શ્રુતજ્ઞાનના, પદ્મવો- મૂળસ્રોત, પ્રભવસ્થાન, તિત્ત્વયરાળ = ચોવીસ તીર્થંકર પૈકી, અલ્ટિમો = અંતિમ તીર્થંકર, તોળવળ = સંપૂર્ણ લોકના, ગુરુ ગુરુ, મહપ્પા = મહાત્મા, મહાવીરો = વર્ધમાન મહાવીર, અંતિમ તીર્થંકર.
-
ભાવાર્થ :- સમગ્ર શ્રુતજ્ઞાનના ઉદ્ગમરૂપ મૂળસ્રોત(મહાવીર સ્વામી) જયવંત થાઓ. વર્તમાન અવસર્પિણી કાળના ચોવીસ તીર્થંકર પૈકી અંતિમ તીર્થંકર જયવંત થાઓ. જગદ્ગુરુ, મહાત્મા મહાવીર સદા જયવંત હો.
વિવેચન :
પદ્મવો ઃ– પ્રભવ એટલે ઉદ્ગમ, ઉદ્ભવ, મૂલ, ઉત્પાદક, મૂલસ્રોત. પ્રસ્તુત ગાથામાં ભગવાન મહાવીર સ્વામીને શ્રુતજ્ઞાનના મૂલસ્રોત કહીને સ્તુતિ કરેલ છે કારણ કે શ્રુતજ્ઞાન તીર્થંકરોથી ગણધરોને પ્રાપ્ત થાય છે અને પછી તે પરંપરામાં પ્રવાહિત થાય છે માટે દરેક તીર્થંકર શ્રુતજ્ઞાનના મૂળસ્રોત કહેવાય છે. તેઓનાં દરેક વચન પણ શ્રોતાઓને શ્રુતજ્ઞાનરૂપે પરિણત થાય છે.
આ અવસર્પિણી કાલમાં થયેલા ચોવીસે તીર્થંકરોનો ઉપદેશ ભાવની અપેક્ષાએ એક સમાન છે. તેમ છતાં વર્તમાને અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનું શાસન પ્રવર્તમાન હોવાથી, તેઓ આસન ઉપકારી હોવાથી શાસ્ત્રકારે પ્રભુ મહાવીરને લોકગુરુ અને મહાત્મા જેવા શબ્દો વડે ગાથાના અંતિમ ચરણમાં સમ્માનિત કર્યા છે.
તીર્થંકરના ચાર અતિશય :
३
भद्दं सव्वजगुज्जोयगस्स, भद्दं जिणस्स वीरस्स । भद्दं सुराऽसुर णमंसियस्स, भद्दं धुयकम्मरयस्स ॥ શબ્દાર્થ:- સવ્વપ્નનુષ્નોયનH = સર્વ જગતમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારનું, માઁ થાઓ, નિળH = રાગદ્વેષ રહિત, પરમ વિજયી, જિનેશ્વર, વીલ્સ = મહાવીર, સુરાસુર = દેવ અને અસુરો દ્વારા, મસિયલ્સ = વંદિત મ્મરયમ્સ = અષ્ટવિધ કર્મરૂપ રજને, ધૂય = સર્વથા નષ્ટ કરનાર એવા ભગવાન.
= કલ્યાણ
ભાવાર્થ : – વિશ્વમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા, પ્રભુનું કલ્યાણ થાઓ, રાગદ્વેષ રૂપ શત્રુઓના વિજેતા