________________
૨
|
શ્રી નંદી સૂત્ર
યોનિના ચાર પ્રકારથી ત્રણ ત્રણ ભેદ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ છે– (૧) સચિત્તાદિ (૨) સંવૃત્તાદિ (૩) શીતઉષ્ણાદિ (૪) કૂર્મોન્નતા આદિ. શિયાળો :- આ પદથી અરિહંત પ્રભુની સર્વજ્ઞતા સૂચિત કરવામાં આવેલ છે. સર્વજ્ઞતાને કારણે જ તેઓશ્રી સમસ્ત ચરાચર પ્રાણી સમુદાય અને લોક તથા અલોકના ભાવો અને તેની પર્યાયોને જાણે છે. નર - ભગવાન જીવ અને જગતનું રહસ્ય પોતાના શિષ્ય સમુદાયને અને સમસ્ત પ્રાણીઓને સમજાવે છે. "" નો અર્થ અંધકાર છે અને "જ" નો અર્થ અંધકારને નષ્ટ કરનાર છે. આમ જે શિષ્યના અને જગત જીવોના અંતરમાં રહેલા અંધકારને નષ્ટ કરીને જ્ઞાન રૂપ પ્રકાશ પાથરે છે, તે જગગુરુ કહેવાય છે.
નVIળવો - ભગવાન જગતના જીવોને આનંદદેનાર છે. જગત' શબ્દથી અહીં મુખ્યત્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સમજવા જોઈએ કારણ કે સંજ્ઞી જીવો ભગવાનના દર્શન તથા દેશનાનું શ્રવણ મળવાથી આનંદ વિભોર બની જાય છે. અપેક્ષાથી સંસારના સમસ્ત જીવોની રક્ષાનો ઉપદેશ દેનાર હોવાથી પ્રભુ સર્વ જીવોને આનંદકારી થાય છે માટે જગતના આનંદદાયક છે.
નારો :- પ્રભુ સમસ્ત જીવોના યોગ અને ક્ષેમકારી છે. અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિને યોગ કહેવાય છે અને પ્રાપ્ત વસ્તુની સુરક્ષાને ક્ષેમ કહેવાય છે. ભગવાન અપ્રાપ્ય એવા સમ્યગુદર્શન અને સંયમની પ્રાપ્તિ કરાવનાર છે માટે તેને જગતના નાથ કહેવાય છે. દુઃખથી રક્ષા કરાવનાર અને શાશ્વત મોક્ષ સુખોને પ્રાપ્ત કરાવનાર હોવાથી પ્રભુ જગતના નાથ છે. નવંધૂ ? -સમસ્ત ત્રસ અને સ્થાવર જીવોના રક્ષક હોવાથી અરિહંત દેવ જગતના બંધુ છે. એટલે સમસ્ત ત્રસ અને સ્થાવર જીવોના બંધુ કહેવાય છે. રાષિયામો:- આદિનાથ ભગવાન જગતના પિતામહ(પૂર્વજ) છે. ભગવાન ધર્મના આદ્યપ્રવર્તક હોવાથી ધર્મ જગતના પિતામહ તુલ્ય છે. ભયનં :- આ વિશેષણ ભગવાનના અતિશયોનું સૂચન કરે છે. "ભગ" શબ્દના છ અર્થ થાય છે– (૧) સમગ્ર ઐશ્વર્ય (૨) ત્રિલોકાતિશાયીરૂપ (૩) ત્રિલોકમાં વ્યાપ્ત યશ (૪) ત્રણ લોકને ચમત્કૃત કરનારી અષ્ટ પ્રાતિહાર્ય રૂપ શ્રી તથા અનંત આત્મિક સમૃદ્ધિ (૫) અખંડ ધર્મ (૬) પૂર્ણ પુરુષાર્થ. આ છ ઉપર જેનો પૂર્ણ અધિકાર હોય તેને ભગવાન કહેવાય છે.
ગ:- આ ક્રિયાપદ પહેલી ગાથામાં બે વાર અને બીજી ગાથામાં ત્રણ વાર પ્રયુક્ત છે. ગયા શબ્દથી વિભક્તિ વ્યત્યય થઈને નવા શબ્દ થયેલ છે. આ ગાથામાં ભગવાન બે વાર પ્રત્યે મંગલકામના સૂચિત કરેલ છે કે ભગવાન આદિનાથ જયવંત હો, તેમનું શાસન જયવંત થાઓ. વાસ્તવમાં ભગવાન આદિનાથનો અને તેના શાસનનો જય થઈ ગયો છે પરંતુ ભક્તના હૃદયની ભક્તિને પ્રગટ કરનારો મંગલકારી આ શબ્દ છે.