________________
શ્રી નંદી સૂત્ર
મૂલપ્રથમાનુયોગમાં તીર્થંકરોના વિષે વિસ્તૃત રૂપે નિરૂપણ કરેલ છે. સમ્યક્ત્વ પ્રાપ્તિથી લઈને તીર્થંકરપદની પ્રાપ્તિ સુધીના તેમના ભવોનું અને જીવનચર્યાનું વર્ણન કરેલ છે, જે સૂત્રપાઠથી પણ સ્પષ્ટ થાય છે.
૨૮
'મંહિયાળુઓT :- 'ગંડિકા'નો અર્થ છે વિભાજન, વિભાગ અને 'અનુયોગ'નો અર્થ અહીં વિસ્તાર છે. તેથી ગંડિકાનુયોગનો અર્થ થયો કે વિષયોના વિભાજન સાથે વિસ્તૃત વર્ણન જેમાં હોય તે ગંડિકાનુયોગ કહેવાય છે.
આ વિભાગમાં વિવિધ વિષયોનું ખૂબ જ વિસ્તારથી વર્ણન હોય છે. જેના ઘણાં નામ સૂત્રમાં આપેલ છે. અંતમાં માડ્યાઓ શબ્દથી બીજા પણ ઘણા વિષયોનો સંકેત કરેલ છે. તાત્પર્ય એ થયું કે વિષયબદ્ધ વિસ્તૃત વર્ણન આ અનુયોગમાં હોય છે.
चित्तंतरगंडिआउत्ति :- चित्रा अनेकार्था अंतरे ऋषभाजिततीर्थंकरापान्तराले गण्डिकाः चित्रांतर गंडिकाः। एतदुक्तं भवति ऋषभाजिततीर्थंकरांतरे ऋषभवंशसमुद्भूतभूपतीनां शेषगतिगमनव्युदासेन शिवगतिगमनानुत्तरोपपातप्राप्तिप्रतिपादिका गंडिका चित्रांતાંકિત ।
અર્થ :—તાત્પર્ય એ છે કે તીર્થંકરના અંતરાલમાં થનારા રાજાઓના પૂર્વભવોમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, એ ચારે ય ગતિના ચરિત્ર તેમજ તેને નિર્વાણપદની પ્રાપ્તિ સુધીના જીવનવૃત્તાંતનું વર્ણન ચિત્રાંતરગંડિકામાં હોય છે.
ગંડિકા શબ્દનો પ્રયોગ શેરડીના ખંડો કે વિભાગો માટે થાય છે. તેમજ અહીં વિષયોના વિભાજન માટે ગંડિકા શબ્દનો પ્રયોગ કરેલ છે.
આ રીતે અનુયોગ શબ્દનો અર્થ અહીં વિસ્તાર છે, ગંડિકાનો અર્થ વિષય વિભાજન અને મૂળનો અર્થ શાસનના મૂળ શાસનપતિ તીર્થંકર અરિહંત પ્રભુ. મૂળપ્રથમાનુયોગમાં તીર્થંકર સંબંધી સંપૂર્ણ વર્ણન હોય છે. જ્યારે તીર્થંકર ગંડિકામાં તીર્થંકરના પોતાના જીવન સંબંધી જ વર્ણન હોય છે અર્થાત્ તેના ગણધર કે લબ્ધિધારી આદિ સંપદા સંબંધી વિસ્તૃત વર્ણન બીજી ગંડિકામાં હોય છે.
ચૂલિકા
:
२५ से किं तं चूलियाओ ? चूलियाओ- आइल्लाणं चउण्हं पुव्वाणं चूलियाओ, सेसाइं पुव्वाइं अचूलियाइं । से त्तं चूलियाओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- ચૂલિકા શું છે ?
ઉત્તર– આદિના ચાર પૂર્વમાં ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકારૂપ દૃષ્ટિવાદનું વર્ણન છે.