________________
દ્વાદશાગ પરિચય
| ૨૪૫ |
અંગ સૂત્રની અપેક્ષાએ આ છઠ્ઠ અંગ છે. એમાં બે શ્રુતસ્કંધ, ઓગણત્રીસ અધ્યયન છે. ઓગણત્રીસ ઉદ્દેશનકાળ છે, ઓગણત્રીસ સમુદ્રેશનકાળ અને સંખ્યાત સહસ પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યવ(પર્યાય), પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રરૂપિત ભાવોનું કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી કર્યું છે.
પ્રસ્તુત અંગનો અભ્યાસ કરનાર તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ જ્ઞાતાસૂત્રનું સ્વરૂપ છે, વિખ્યાત છે, વિજ્ઞાન છે અને આ પ્રમાણે એમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરૂપણા કરેલ છે. આ જ્ઞાતાધર્મકથાંગનું વર્ણન છે.
વિવેચન :
આ છઠ્ઠા અંગસૂત્રનું નામ જ્ઞાતા ધર્મકથાગ છે. "જ્ઞાતા" શબ્દનો અહીં ઉદાહરણ માટે પ્રયોગ કર્યો છે. આ અંગમાં ઈતિહાસ, ઉદાહરણ અને ધાર્મિક દૃષ્ટાંત વગેરેનો સમાવેશ થાય છે અને તેમાં ધર્મકથાઓ આપેલી છે. માટે આ અંગનું નામ જ્ઞાતા ધર્મકથા રાખવામાં આવ્યું છે. આ અંગના પહેલા શ્રુતસ્કંધમાં ઉદાહરણ આપેલ છે અને બીજા શ્રુતસ્કંધમાં ધર્મકથાઓ છે. ઈતિહાસ પ્રાયઃ વાસ્તવિક હોય છે. પરંતુ દષ્ટાંત, ઉદાહરણ અને કથાઓ વાસ્તવિક પણ હોય અને કાલ્પનિક પણ હોય છે. સમ્યદૃષ્ટિ પ્રાણીઓ માટે સંપૂર્ણ વિશ્વ ધર્મવૃદ્ધિનું કારણ બને છે અને મિથ્યાદષ્ટિ માટે એ પતનનું કારણ બને છે.
જ્ઞાતાધર્મકથાનાં પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયન છે અને બીજા શ્રુતસ્કંધમાં દસ વર્ગ છે. પ્રત્યેક વર્ગમાં અનેક અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધના પ્રત્યેક અધ્યયનમાં એક કથાનક અને અંતમાં તે કથાના દાંતથી મળનારી શિક્ષાઓ બતાવી છે. કથાઓમાં પાત્રોના નગર, પ્રાસાદ, ચૈત્ય, સમુદ્ર, ઉદ્યાન, સ્વપ્ન, ધર્મ સાધનાના પ્રકાર અને સારી રીતે આરાધના કરનાર વિરાધક કેમ થયા? તેઓનો આગળનો જન્મ ક્યાં થશે અને કેવું જીવન વ્યતીત કરશે એ દરેક વિષયોનું વર્ણન આ સૂત્રમાં આપેલ છે.
આ સૂત્રમાં કોઈક સાધક કે કથાનાયક તીર્થકર મહાવીરના યુગમાં, કોઈક તીર્થકર અરિષ્ટનેમિના સમયમાં અને કોઈક પાર્શ્વનાથના શાસનકાળમાં થયા હતા તો કોઈક મહાવિદેહ ક્ષેત્રથી સંબંધિત છે. આઠમા અધ્યયનમાં તીર્થકર મલ્લિનાથનું વર્ણન છે. સોળમા અધ્યયનમાં દ્રૌપદીના પૂર્વ જન્મની કથા મનનીય છે. તેમજ તેનું વર્તમાનકાલિક તથા ભાવિ જીવનનું પણ વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં કેવળ પાર્શ્વનાથ સ્વામીના શાસનકાળમાં થયેલ સાધ્વીજીઓના ગૃહસ્થાશ્રમનું વર્ણન, સાધ્વી જીવનનું અને તેના ભવિષ્યનું વર્ણન છે. જ્ઞાતા ધર્મકથાંગ સૂત્રની ભાષાશૈલી અત્યંત રૂચિકર છે. પ્રાયઃ દરેક રસોનું આ સૂત્રમાં વર્ણન છે. ધાર્મિક અને વ્યવહારિક શિક્ષાઓથી ભરપૂર કથાપ્રધાન આ સૂત્ર આબાલવૃદ્ધ દરેકને સ્વાધ્યાય કરવા લાયક છે. () શ્રી ઉપાસકદશાંગસૂત્ર :| ७ से किं तं उवासगदसाओ? उवासगदसासु णं समणोवासयाणं णगराई, उज्जाणाई, चेइयाई, वणसंडाई, समोसरणाई, रायाणो, अम्मापियरो,