________________
શ્રી નંદી સૂત્ર
जिणपण्णत्ता भावा आघविज्जंति, पण्णविज्जंति, परूविज्जंति, दंसिज्जंति, णिदंसिज्जति उवदंसिज्जति ।
૨૪૨
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ । से त्तं विवाहे ।
શબ્દાર્થ :-વિવાદે ળ = વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં, નીવા વિયાદ્દિષ્નતિ = જીવોની વ્યાખ્યા, छत्तीस વાળરળ સહસ્સારૂં = છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે, તો લવવા અડ્ડાસીફ પથસહસ્સારૂં થોળ બે લાખ અયાસી હજાર પદ પરિમાણ છે.
=
ભાવાર્થ :- પ્રશ્ન− વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર (ભગવતીસૂત્ર)માં કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર–વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં જીવોની, અજીવોની અને જીવાજીવોની વ્યાખ્યા કરી છે. સ્વસમય, પરસમય અને સ્વ–પર, ઉભય સિદ્ધાંતોની વ્યાખ્યા તથા લોક, અલોક અને લોકાલોકના સ્વરૂપનું વ્યાખ્યાન કરેલ છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેષ્ટિક—આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
અંગની અપેક્ષાએ આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ અને કંઈક અધિક એક સો અધ્યયન છે. તેમાં દસ હજાર ઉદ્દેશક છે, દસ હજાર સમુદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્નોત્તર અને બે લાખ અઠયાસી હજાર પદ પરિમાણ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત અશાશ્વત કૃત, નિશ્ચિત કરેલ, જિન પ્રરૂપિત ભાવોનું કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કર્યું છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના અધ્યેતા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે અથવા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રનું આ સ્વરૂપ વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ–કરણની પ્રરૂપણા કરેલ છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતી)નો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. તેમાં એકતાલીસ શતક છે. દશ હજાર ઉદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્ન છે અને છત્રીસ હજાર ઉત્તર છે. પ્રારંભના આઠ શતક અને બારમા, ચૌદમા, અઢારમા અને વીસમા શતકના દસ દસ ઉદ્દેશકો છે. પંદરમા શતકમાં ઉદ્દેશક નથી. સૂત્રની સંખ્યા આઠસો સડસઠ છે. આ સૂત્રની વિવેચન શૈલી પ્રશ્નોત્તર રૂપે છે.
આ અંગસૂત્રમાં દરેક પ્રશ્ન ગૌતમ સ્વામીના નથી પરંતુ ઈન્દ્રના, દેવતાઓના, મુનિઓના,