________________
દ્વાદશાંગ પરિચય
૨૪૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમવાય સૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. જેમાં જીવાદિ પદાર્થોનો નિર્ણય કરવામાં આવે તેને સમવાય કહેવાય છે. ''સમાપ્તિષ્કૃતિ' શબ્દનો ભાવ એ છે કે સમ્યક્ જ્ઞાનથી ગ્રાહ્ય પદાર્થોનો સ્વીકાર કરવામાં આવે છે અથવા જીવાદિ પદાર્થોને કુપ્રરૂપણાથી છૂટા પાડીને સમ્યક્ પ્રરૂપણામાં સમાવિષ્ટ કરેલ છે.
આ સૂત્રમાં જીવ, અજીવ તથા જીવાજીવ, જૈનદર્શન, અન્યદર્શન, લોક, અલોક ઈત્યાદિ વિષય સ્પષ્ટ કરેલ છે. ત્યારબાદ એક અંકથી લઈને સો અંક સુધી જે જે વિષય જે જે અંકમાં સમાહિત થઈ શકે તેનું વર્ણન કરવામાં આવેલ છે.
આ સૂત્રમાં બસ્સો પંચોતેર સૂત્ર છે. તેમાં સ્કંધ, વર્ગ, અધ્યયન, ઉદ્દેશક આદિ ભેદ નથી. ઠાણાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ સંખ્યાના ક્રમથી વસ્તુઓનો નિર્દેશ નિરંતર સો સુધી કરીને પછી બસ્સો, ત્રણસો આદિ ક્રમથી હજાર સુધી વિષયોનું વર્ણન કરેલ છે. જેમ કે– પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું, ભગવાન મહાવીરના ૩૦૦ શિષ્યો ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. આ રીતે સંખ્યા વધતાં વધતાં કરોડ સુધી પહોંચી જાય છે.
ત્યાર બાદ દ્વાદશાંગ ગણિપિટકનો સંક્ષિપ્ત પરિચય અને ત્રેસઠ શ્લાઘનીય પુરુષોના નામ, માતાપિતા, જન્મ, નગર, દીક્ષાસ્થાન આદિનું વર્ણન છે.
(૫) શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર
५ से किं तं विवाहे ? विवाहे णं जीवा वियाहिज्जंति, अजीवा वियाहिज्जंति, जीवाजीवा वियाहिज्जति, ससमए वियाहिज्जति, परसमए वियाहिज्जंति, ससमय-परसमए वियाहिज्जंति, लोए वियाहिज्जंति, अलोए वियाहिज्जंति, लोयालोए वियाहिज्जति ।
:
विवाहस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ ।
से णं अंगट्ठयाए पंचमे अंगे, एगे सुयक्खंधे, एगे साइरेगे अज्झयणसए, दस उद्देसगसहस्साई, दस समुद्देसगसहस्साइं, छत्तीसं वागरणसहस्साइं, दो लक्खा अट्ठासीई पयसहस्साइं पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, અળતા પદ્મવા, રિત્તા તતા, અનંતા થાવરા, સાક્ષય-ડ-બિન-ખિાડ્યા