________________
| ૨૨૨ |
શ્રી નદી સૂત્ર
પ્રકીર્ણક તીર્થકરના શાસનમાં થવાનું કથન કરેલ છે અને તેના પછીના વાક્યમાં પ્રકીર્ણક અને પ્રત્યેક બુદ્ધની પણ સંખ્યા એક સમાન કહી છે. તેથી ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં પ્રત્યેક બુદ્ધ ચૌદ હજાર થયા, એમ સિદ્ધ થાય છે જે આગમથી અને પરંપરાથી બંનેથી વિપરીત છે.
આ બધી વિચારણાથી નિષ્કર્ષ એ થાય છે કે આ કોષ્ટકમાં રાખેલ પાઠ ક્યારેક પ્રચલિત બધા પ્રકીર્ણકોને આગમ કોટીમાં ગણાવવા માટે સૂત્ર સાથે જોડાઈ ગયેલ હોય તેમ સંભવે છે. આ કારણથી પ્રસ્તુત સંસ્કરણમાં (વિદ્વાન) પાઠકોનું ધ્યાન ખેંચવા માટે આ પાઠને તથા તેના અનુવાદને કૌંસમાં રાખવામાં આવ્યો છે.
દરેક તીર્થકરના શાસનમાં દ્વાદશાંગ ગણિપિટકની જ રચના ગણધરો દ્વારા કરવામાં આવે છે. તે જ દ્વાદશાંગી સૂત્રો શાસનમાં પ્રવૃત્તિ પામે છે. સાથે ય દરેક તીર્થકરના શાસનમાં લાંબા કાળ સુધી વિશિષ્ટ જ્ઞાની અર્થાત્ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની થતા રહે છે માટે ત્યાં દ્વાદશાંગી સિવાય કોઈપણ નવા સૂત્રોની રચના, સંકલના કરવાની આવશ્યકતા થતી જ નથી. પરંતુ ભગવાન મહાવીરના શાસનમાં હુંડા અવસર્પિણીના કાલ પ્રભાવથી અને ભસ્મગ્રહના પ્રભાવના કારણથી વિભિન્ન આગમોની રચનાની કે સંખ્યાની પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને ભિન્ન ભિન્ન પરંપરાઓ આગમ સંખ્યા માટે જોવા મળે છે.
આ સૂત્રમાં જે કાલિક સૂત્રોની સૂચી આપેલ છે તેમાંથી (૧) ઉત્તરાધ્યયન સૂત્ર (૨) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૩) બૃહદકલ્પ સૂત્ર (૪) વ્યવહાર સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર (૮) નિરયાવલિકાદિ એટલે ઉપાંગ સૂત્ર. આ આઠ કે તેર સૂત્રો અંગબાહ્ય કાલિક સૂત્રોના રૂપમાં ઉપલબ્ધ છે અને પ્રમાણકોટીમાં સ્વીકારેલ છે. આ સૂચીમાં બતાવેલ બાકીના કેટલા ય આગમ ઉપલબ્ધ પણ નથી અને જે ઉપલબ્ધ છે તે ખંડિત કે વિકૃત થવા પામેલ છે, માટે તેને પ્રમાણ કોટીએ સ્વીકારેલ નથી.
સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કે વિચારતાં જણાય છે કે આ સૂચિમાં કાળક્રમે કેટલીક અશુદ્ધિ થવા પામેલ છે. જેમ કે (૧) ઠાણાંગ સૂત્રમાં સાંક્ષેપિકદશા નામક સૂત્રના દસ અધ્યયન કહેલ છે. તે દશ અધ્યયનોને જ આ સૂચીમાં દસ સૂત્ર તરીકે ગણવામાં આવેલ છે. (૨) ઉપાંગ સૂત્રના મૂળપાઠમાં તેના પાંચ વર્ગ(વિભાગ) કહેવામાં આવેલ છે ત્યાં તેના જે નામ વર્ગ રૂ૫માં કહેલ છે તેને જ આ સૂચીમાં જુદા જુદા સૂત્ર રૂપમાં ગણવામાં આવેલ છે.
મહાનિશીથ સૂત્રના મૂળપાઠમાં હરિભદ્ર સૂરી વગેરે કેટલા ય આચાર્યોના નામ જોડાયેલ છે. તેમાં કેટલા વિષયનિબંધની જેમ દેખાય છે. તેની સૌત્રિકતામાં કેટલા ય દોષો છે, તેનો મૂર્તિપૂજક વિદ્વાન સાધુઓ પણ સ્વીકાર કરે છે. એવા તે સૂત્રનું નામ પણ આ સૂચિમાં એટલે કે દેવવાચક દેવદ્ધિગણિના રચેલ આ નંદી સૂત્રમાં જોડાઈ ગયેલ છે. જો કે હરિભદ્રસૂરિ વગેરે આચાર્યો તો દેવદ્ધિગણિના સમયથી સેંકડો વર્ષો પછી થયા છે. તેના નામોથી અંકિત મહાનિશીથ સુત્ર નંદીની સૂચીમાં મૌલિકરૂપે તો ન જ થઈ શકે.
નિરયાવલિકા આદિ પાંચ વર્ગોના જે પાંચ સૂત્રો માનવામાં આવે છે, તેના માટે પણ આ સૂચિમાં