________________
[ ૨૧૮]
શ્રી નંદી સૂત્ર
चउवीसत्थओ, वंदणयं, पडिक्कमणं, काउस्सग्गो, पच्चक्खाणं । से तं आवस्सय। શબ્દાર્થ :- દવા સનાતો = અથવા તે સૂત્ર સંક્ષેપથી, સાપવિદ્દ = અંગપ્રવિષ્ટ અંગસૂત્રો અને, અગદિર ૨ = અંગબાહ્ય સૂત્રો, વસંય = આવશ્યક સૂત્ર અને, આવય વરિત્ત વ= આવશ્યકથી ભિન્ન સૂત્રો. ભાવાર્થ :- શ્રુતના સંક્ષેપમાં બે પ્રકાર છે– (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગબાહ્ય.
પ્રશ્ન- અંગબાહ્ય શ્રુતના કેટલા પ્રકાર છે? ઉત્તર- અંગબાહ્યશ્રુતના બે પ્રકાર છે– (૧) આવશ્યક (૨) આવશ્યકથી ભિન્ન.
પ્રશ્ન- આવશ્યકશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- આવશ્યકશ્રુતના છ પ્રકાર છે– (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદણા (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે.
વિવેચન :
મુખ્યતાએ શ્રુતજ્ઞાનના બે ભેદ છે– અંગપ્રવિષ્ટ (બાર અંગ સૂત્ર) અને અંગબાહ્ય. આચારાંગ સૂત્રથી લઈને દષ્ટિવાદ સુધી સર્વને અંગપ્રવિષ્ટ કહે છે અને તેનાથી અતિરિક્ત સર્વ અંગ બાહ્ય છે. શરીરમાં રહેલ અસાધારણ અવયવને અંગ કહેવાય છે, તેના પર વૃત્તિકારે કહ્યું છે
इह पुरुषस्य द्वादशांगानि भवंति, तद्यथा- द्वौ पादौ, द्वे जंघे, द्वे उरुणी, द्वे गात्राद्धे, द्वौ बाहू, ग्रीवा शिरश्च, एवं श्रुतरूपस्यापि परमपुरुषस्याऽऽचारादीनि द्वादशाङ्गानि क्रमेण वेदितव्यानि ।
જેવી રીતે સર્વ લક્ષણ યુક્ત પુરુષને બાર અંગ હોય છે– બે પગ, બે જંઘા, બે સાથળ, બે પડખા, બે ભૂજા, એક ગર્દન, એક મસ્તક, એ બાર અંગ છે. એ જ રીતે પરમ પુરુષ શ્રત દેવતાના પણ બાર અંગ છે.
તીર્થકરોના ઉપદેશ અનુસાર જે શાસ્ત્રોની રચના ગણધર દેવ સ્વયં કરે છે તેને અંગસૂત્ર કહે અને અંગસુત્રનો આધાર લઈને જેની રચના સ્થવિર ભગવંત કરે છે તે શાસ્ત્રને અંગબાહ્ય કહે છે. આવશ્યક સૂત્રની રચના પણ ગણધરો કરે છે. તો પણ તે અંગશાસ્ત્રોથી ભિન્ન હોવાને કારણે અંગબાહ્ય છે.
અંગબાહ્ય સૂત્રના બે પ્રકાર છે. આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યક સૂત્રમાં અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓનું વર્ણન છે. તેના છ અધ્યયન છે– સામાયિક, જિનસ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છની અંદર સમસ્ત કરવા લાયક ક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે માટે અંગબાહ્ય સૂત્રમાં પ્રથમ સ્થાન આવશ્યક સૂત્રને આપેલ છે. તેની રચના પણ ગણધરો જ કરે છે. તેના