________________
શ્રી નંદી સૂત્ર
વિચ્છેદ થતો નથી. એ અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક અનાદિ અનંત છે કેમ કે મહાવિદેહ ક્ષેત્રમાં કાળ ચક્રનું પરિવર્તન થતું નથી.
૨૧૬
ભાવતઃ ઃ— જે તીર્થંકર જે સમયે જે ભાવનું વર્ણન કરે છે તેની અપેક્ષાએ દ્વાદશાંગી સાદિ—સાંત છે પરંતુ તે દ્વાદશાંગીને ધારણ કરનારાઓના ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ અનાદિ અનંત છે. ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ લોકમાં ક્યારે ય દ્વાદશાંગી ગણિપિટકનો વિચ્છેદ થતો નથી.
અહીં સમુચ્ચય શ્રુત જ્ઞાનના ચાર ભંગ થાય છે. (૧) સાદિ—સાંત (૨) સાદિ અનંત (૩) અનાદિ સાંત (૪) અનાદિ—અનંત.
પહેલો ભંગ ઃ— ભવસિદ્ઘિકમાં મળે છે કારણ કે સમ્યક્ત્વ હોવા પર જ અંગ સૂત્રોનું અધ્યયન કરવામાં આવે તેને સાદિ કહેવાય. મિથ્યાત્વના ઉદયથી અથવા ક્ષાયિક જ્ઞાન થઈ જવાથી તે સમ્યકશ્રુત તેમાં રહેતું નથી, એ અપેક્ષાએ સાંત કહેવાય. કેમ કે સભ્યશ્રુત ક્ષયોપશમિક જ્ઞાન છે અને દરેક ક્ષાયોપશમિક જ્ઞાન સાંત હોય છે, અનંત નહીં.
બીજો ભંગ ઃ– શૂન્ય છે. કેમ કે સભ્યશ્રુત તથા મિથ્યાશ્રુત સાદિ બનીને અનંત થઈ શકતું નથી. મિથ્યાત્વનો ઉદય થવાથી સમ્યકશ્રુત રહેતું નથી અને સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પર મિથ્યાશ્રુત રહેતું નથી. કેવળજ્ઞાન થવાથી બન્નેનો વિલય થઈ જાય છે, માટે જે સાદિ શ્રુત હોય તે સાંત પણ હોય જ, તેથી આ ભંગ શૂન્ય છે. ત્રીજો ભંગ :– ભવ્ય જીવની અપેક્ષાએ સમજવો જોઈએ. કેમ કે ભવ્યસિદ્ધિક મિથ્યાદષ્ટિનું મિથ્યાશ્રુત અનાદિકાળથી ચાલ્યું આવે છે, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં જ મિથ્યાશ્રુતનો અંત આવી જાય છે, માટે તે અનાદિ—સાંત કહેવાય છે.
ચોથો ભંગ ઃ– અનાદિ અનંત છે. અભવ્યસિદ્ધિકનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. કેમ કે એ જીવોને ક્યારે ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, કેવળજ્ઞાન થતું નથી માટે તેનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. પદ્મવવરે(પર્યાયાક્ષર) ઃ— લોકાકાશ અને અલોકાકાશ રૂપ સર્વ આકાશ પ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી એકવાર નહીં, દસવાર નહીં, સંખ્યાતવાર નહીં, અસંખ્યાતવાર નહીં પરંતુ અનંતવાર ગુણાકાર કરવાથી જે સંખ્યા થાય એટલી જીવની જ્ઞાન ગુણની પર્યાવ(પર્યાય) છે. જ્ઞાનાવરણ કર્મથી તે આવરિત, અનાવરિત થતી રહે છે તોપણ તે પર્યાયોનો અનંતમો ભાગ તો ન્યૂનતમ અનાવરિત રહે જ છે.
અક્ષર શબ્દ અહીં જ્ઞાનના પર્યવ(પર્યાય) અર્થમાં પ્રયુક્ત છે. પર્યાવ(પર્યાય) શબ્દ જ્ઞાનનું વિશેષણ છે. જેમ ભગવતી સૂત્ર શ. ૨૫માં ચારિત્રને પર્યવ(પર્યાય) કહેલ છે તેમ અહીં જ્ઞાનના પર્યવનું કથન છે. [૧૧-૧૨] ગમિકશ્રુત-અગમિકશ્રુત
८ से किं तं गमियं ? गमियं दिट्ठिवाओ ।
से किं तं अगमियं ? अगमियं कालियसुयं । से त्तं गमियं, से त्तं अगमियं ।
: