________________
[ ૨૧૨]
શ્રી નદી સૂત્ર
(૮) સાહુલુ અસાદુલMT:- સાધુને અસાધુ માને. શ્રેષ્ઠ, સંયત, પાંચ મહાવ્રત તેમજ સમિતિ અને ગુપ્તિના ધારક મુનિઓને અજ્ઞાન કે કુસંગતના કારણે અસાધુ સમજવા અને તેને ઢોંગી, પાખંડી સમજવા. (૯) અનુસુ કુરત :- અમુક્તને મુક્ત સમજવા. જે જીવોએ કર્મ બંધનથી મુક્ત થઈને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું નથી. તેઓને કર્મ બંધનથી રહિત અને મુક્ત સમજવા. (૧૦) કુસુ અમુત્તલ - જે આત્મા કર્મબંધનથી મુક્ત થઈ ગયા છે, તેને અમુક્ત સમજવા. આત્મા ક્યારે ય પણ પરમાત્મા થઈ શકતો નથી, કોઈ જીવ સર્વજ્ઞ બની શકતો નથી, આત્મા કર્મ બંધનથી મુક્ત થયો નથી અને થશે પણ નહીં, એવી માન્યતાને મિથ્યાત્વ કહેવાય. જેમ કોઈ અસલી રત્ન ઝવેરાતને નકલી સમજે અને નકલીને અસલી સમજે તેને ઝવેરી ન કહેવાય, એ જ રીતે અને સતુ સમજે અને સતુને અસત્ સમજે તેને મિથ્યાત્વ કહેવાય. પથા મિટ્ટિસ મિચ્છારિત હિયારું મિચ્છાસુયં:- ઉપરોક્ત મિથ્યાદૃષ્ટિ દ્વારા રચાયેલ ગ્રંથ મિથ્યાશ્રત છે.મિથ્યાદષ્ટિમાં ભાવમિથ્યાશ્રત હોય છે. તેઓની દષ્ટિ મલિન હોવાથી તેઓની જ્ઞાનધારા પણ મલિન બની જાય છે અર્થાત્ તેનું જ્ઞાન સત્ય હોતું નથી. માણસ ખરાબ નથી પણ માણસમાં રહેલી બુરાઈ ખરાબ છે. જો નિશાન જ ખોટું હોય તો તીર વડે લક્ષ્યવેધ કેવી રીતે થઈ શકે? જે જંગલમાં સ્વયં ભટકતો હોય તેના કહેવા મુજબ અન્ય પથિક ચાલે તો તે પણ ભટકતો જ રહેશે. એ જ રીતે આધ્યાત્મિક માર્ગથી જે ભટકે છે તેને મિથ્યાદષ્ટિ કહેવાય છે. તેના કહેવા મુજબ જે વ્યક્તિ ચાલે છે તેને પણ પથભ્રષ્ટ કહેવાય છે અર્થાત્ તેનું શ્રુત મિથ્યાશ્રુત થાય છે. પ્રયાઈ વેજ સમ્માસિ સમ્મરહિયારું સન્મકુવં :- એ જ ગ્રંથોને જો સમ્યગુદષ્ટિ યથાર્થ રૂપે ગ્રહણ કરે તો તે જ મિથ્યાશ્રુત તેને માટે સમ્યકશ્રુત રૂપે પરિણત થઈ જાય છે. જેમ કે ચતુર વૈદ્ય વિશિષ્ટ ક્રિયા વડે વિષને પણ અમૃત બનાવે છે. હંસ દૂધને ગ્રહણ કરી લે છે અને પાણીને છોડી દે છે. સુવર્ણને શોધનાર માટીમાંથી સુવર્ણના કણો શોધી લે છે અને માટીને છોડી દે છે. એ જ રીતે સમ્યગુદષ્ટિ નય-નિક્ષેપ આદિ વડે મિથ્યાશ્રતને સમ્યકકૃતમાં પરિણત કરી દે છે. યાદવ મિચ્છિિફવિ ૬ વેવ સમ્મસુવું, વન્સ ? :- મિથ્યાશ્રુત મિથ્યાદષ્ટિ માટે સમ્યક્ષત પણ બની શકે છે. જ્યારે મિથ્યાદષ્ટિ, પોતાની સમ્યક્ બુદ્ધિ કે સમ્યક વિચારણા વડે પોતાના ગ્રંથોમાં રહેલ પૂર્વાપરવિરોધી તેમજ અસંગત વાતોને જાણીને પોતાના ખોટા પક્ષને છોડી દે અથવા તે ગ્રંથોમાં રહેલ કોઈ પણ સત્ય તત્ત્વ પર ચિંતન કરતાં પૂર્ણ સત્ય સિદ્ધાંતને પામી જાય. મિથ્યાત્વનો, મિથ્યા સમજનો ત્યાગ કરી સમ્યક શ્રદ્ધાન પામી જાય, તો તે સમ્યક્દષ્ટિ બની જાય છે. ત્યારે તે મિથ્યાશ્રુત પણ સમ્યક્ત્વનું કારણ હોવાથી સમ્યકશ્રુતમાં પરિણત થઈ જાય છે.
[o-૧૦] સાદિ, સાંત, અનાદિ, અનંતશ્રુત :| ७ से किं तं साइयं-सपज्जवसियं ? अणाइयं-अपज्जवसियं च ? इच्चेइयं