________________
શ્રુતજ્ઞાન
૨૧૧ |
કરેલ છે, માટે તે મિથ્યાશ્રુત છે. આ જ ગ્રંથ સમ્યગુદષ્ટિ દ્વારા સમ્યકરૂપે ગ્રહણ કરાયેલ હોય તો સમ્યકશ્રુત છે અથવા મિથ્યાદષ્ટિ માટે પણ આ જ ગ્રંથશાસ્ત્ર ક્યારેક સમ્યકશ્રુત રૂપ થાય છે. પ્રશ્ન- તેનું શું કારણ છે? ઉત્તર- જ્યારે એ શાસ્ત્ર તેના સમ્યકત્વમાં હેતરૂપ થાય છે અર્થાત કોઈ મિથ્યાદષ્ટિ એ ગ્રંથોથી પ્રેરિત થઈને પોતાના મિથ્યાત્વનો ત્યાગ કરે છે. ત્યારે તે સમ્યકક્ષત બને છે. આ પ્રમાણે આ મિથ્યાશ્રતનું સ્વરૂપ છે. વિવેચન :
આ સૂત્રમાં મિથ્યાશ્રુતનો ઉલ્લેખ છે. મિથ્યાશ્રુત કોને કહેવાય? મિથ્યાદષ્ટિ તેમ જ અજ્ઞાની પોતાની સમજણ તેમજ કલ્પનાથી જનતા સમક્ષ વિચાર રાખે, એ વિચાર તાત્વિક ન હોવાથી મિથ્યાશ્રુત કહેવાય છે અર્થાત જેની દષ્ટિ, વિચારસરણી મિથ્યાત્વથી અનુરજિત હોય, તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. મિથ્યાત્વના દસ પ્રકાર છે. તેમાંથી જો કોઈ એક પ્રકાર પણ હોય તો તે મિથ્યાદષ્ટિ છે. જેમ કે
(૧) અધખે થમ્પસUM :- અધર્મને ધર્મ સમજવો. જેમ કે ભિન્ન ભિન્ન દેવી દેવતાઓ આદિ માટે ઈશ્વર, પિત આદિ માટે હિંસા આદિ પાપ કૃત્યનું આચરણ કરીને તેમાં ધર્મ સમજવો; શિકાર ખેલવામાં, માંસ, ઈડા, મદિરા આદિનું સેવન કરવામાં કે અન્યાય, અનીતિમાં ધર્મ સમજવો તેને મિથ્યાત્વ કહે છે. (૨) ધન્ને અધર્મસMT:- અહિંસા, સંયમ, તપ તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રય ધર્મને અધર્મ સમજવો. (૩) ૩મને માસT :- ઉન્માર્ગને સન્માર્ગ સમજવો અર્થાત્ સંસાર પરિભ્રમણ કરાવનાર દુઃખદ માર્ગને મોક્ષનો માર્ગ સમજવો.
(૪) મને ૩ખ્યા :- મોક્ષ માર્ગને સંસારનો માર્ગ સમજવો, જેમ કે સમ્યગદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ, આ ઉત્તમ મોક્ષ માર્ગને સંસારનો માર્ગ સમજવો.
(૫) અનીડ રીવણUM :- અજીવને જીવ માનવો. સંસારમાં જે કંઈ દશ્યમાન છે એ બધા જીવ જ છે, અજીવ પદાર્થ વિશ્વમાં છે જ નહીં. આ રીતે અજીવને જીવ સમજવો. (૬) જીવે અનાવસUM :- જીવમાં અજીવની કલ્પના કરવી. ચાર્વાક મતના અનુયાયી શરીરથી ભિન્ન આત્માના અસ્તિત્વને માનતા નથી. કોઈ કોઈ વિચારકો પશુઓમાં પણ આત્માનો ઈન્કાર કરે છે, તેમાં કેવળ પ્રાણ જ માને છે. એ કારણે તેઓને મારવામાં અને તેઓનું માંસ ખાવામાં પાપ માનતા નથી. આવી માન્યતાને મિથ્યાત્વ કહે છે. પાણી, અગ્નિ વગેરે એકેન્દ્રિયમાં જીવનો સ્વીકાર ન કરે, તેને અજીવ પદાર્થ માને તે પણ મિથ્યાત્વ કહે છે.
(૭) અસાદ સાદરા :- અસાધુને સાધુ માને. જે વ્યક્તિ ધન-વૈભવ, સ્ત્રી-પુત્ર કે જમીન-મકાન વગેરે પરિગ્રહ રાખનાર હોય પરંતુ તેનો ત્યાગી ન હોય એવા, માત્ર વેષધારીને સાધુ માને.