________________
૧૬૪ ]
શ્રી નંદી સૂત્ર
ફરી ચોર મળ્યા. તેઓએ ધમકી આપી. મુનિએ કહ્યું- હું ભિક્ષુ છું, મારી પાસે ધન ક્યાંથી હોય? વાંસળીમાં છપાવેલ રત્નકંબલને ચોર લોકો જોઈ શક્યા નહીં તેથી ચાલ્યા ગયાં. ત્યાર બાદ મુનિ ભૂખ, તરસ વગેરે અનેક શારીરિક કષ્ટો સહન કરીને છેવટે પાટલિપુત્ર પહોંચ્યા અને કોશા વેશ્યાને તેણે રત્નકંબલ આપી. પરંતુ કોશાએ તે બહુમૂલ્યવાન રત્નકંબલને મુનિ જુએ એ રીતે દુર્ગધમય અશુચિ
સ્થાન પર ફેંકી દીધી. એ જોઈને દુખિત હૃદયે મુનિએ કહ્યું- તમે આ શું કરો છો? હું અનેક કષ્ટ સહન કરીને આ રત્નકંબલ લઈ આવ્યો છું અને તમે આમ એકાએક ફેંકી કેમ દીધી?
વેશ્યાએ કહ્યું- મુનિરાજ ! મેં તમારી પાસે રત્નકંબલ મંગાવી અને પછી ગંદકીમાં ફેંકી દીધી, આ બધું તમને સમજાવવા માટે કર્યું. જેવી રીતે અશુચિમાં પડવાથી રત્નકંબલ દૂષિત થઈ ગઈ, એ જ રીતે કામભોગમાં પડવાથી તમારો આત્મા પણ મલિન થઈ જશે. રત્નકંબલની કિંમત સીમિત છે, જ્યારે તમારા સંયમની કિંમત અણમોલ છે. આખા સંસારનો વૈભવ પણ આની તુલનામાં નગણ્ય છે. એવા સંયમરૂપી ધનને તમે કામભોગ રૂપી કીચડમાં ફસાઈને મલિન કરવા માંગો છો? જરાક વિચાર તો કરો. વિષયોને તમે વિષ સમાન સમજીને છોડી દીધા છે, શું આપ વમન કરેલા ભોગોને ફરી ગ્રહણ કરવા ઈચ્છો
છો?
કોશાની વાત સાંભળીને મુનિને પારાવાર પશ્ચાત્તાપ થયો. જેમ હાથી અંકુશથી ઠેકાણે આવી જાય એમ વેશ્યાના હિત શબ્દો રૂપી અંકુશથી મુનિ ફરી સંયમમાં સ્થિર બન્યા અને બોલ્યા
स्थूलिभद्रः स्थूलिभद्रः स एकोऽखिलसाधुषु ।
युक्तं दुष्कर-दुष्कारको गुरुणा जगे ॥ ખરેખર સંપૂર્ણ સાધુઓમાં સ્થૂલિભદ્ર મુનિ જ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરનાર અદ્વિતીય છે. જે બાર વર્ષ સુધી વેશ્યાની ચિત્રશાળામાં કામભોગમાં આસક્ત હતા પરંતુ સંયમ ગ્રહણ કર્યા બાદ વેશ્યાની કામુક પ્રાર્થનામાં લેપાયા નહીં, મેરુ પર્વત સમાન દઢ રહ્યા માટે ગુરુદેવે તેને "
તુ તિપુર વાર" એવા શબ્દો કહ્યા, તે યથાર્થ છે.
આ રીતે વિચાર કરતાં કરતાં તે મુનિ પોતાના ગુરુની પાસે ગયા અને પોતાના પતન વિષે પશ્ચાત્તાપ કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત લઈને આત્માની શુદ્ધિ કરી. વારંવાર સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસા કરતાં તે કહેવા લાગ્યા
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं । शुभ्रं धाम मनोहरं वपुरहो ! नव्यो वयः संगमः ॥ कालोऽयं जलदाविलस्तदपि यः, कामजिगायादरात् ।
तं वंदे युवतिप्रबोधकुशलं, श्रीस्थूलभद्रं मुनिम् ॥ પ્રેમ કરનારી તથા તેમાં અનુરક્ત વેશ્યા, પસ ભોજન, મનોહર મહેલ, સુંદર શરીર, તરુણ અવસ્થા અને વર્ષાકાળ એ બધી અનુકૂળતા હોવા છતાં જેઓએ કામદેવને જીતી લીધો તેમજ વેશ્યાને