________________
૧૧૪
શ્રી નંદી સૂત્ર
ગયો. રાજા પ્રસન્ન થતાં થતાં પોતાના ગામ તરફ રવાના થયા.
(૩) ઘેટું – રાજાએ બીજીવાર રોહકની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક ઘેટું મોકલ્યું અને સાથે કહેવડાવ્યું કે પંદર દિવસ પછી આ ઘેટાને રાજા પાસે મોકલી દેજો પણ હા, રાજાની એક શરત છે, આ ઘેટાનું અત્યારે જેટલું વજન છે એટલું જ રહેવું જોઈએ, એક પખવાડીયામાં વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. જેમ છે એમ જ પાછું સોંપી દેજો.
રાજાની ઉપર્યુક્ત આજ્ઞા મળતા ગ્રામીણ લોકો ચિંતાતુર બની ગયા. લોકોએ વિચાર્યું કે જો એને સારું ખવડાવશું તો પંદર દિવસમાં આ ઘેટાનું વજન વધી જશે અને જો એને ભૂખ્યું રાખશું તો એક પક્ષમાં તેનું વજન ઘટી જશે. આ વિકટ સમસ્યાને ઉકેલવા માટે તેઓએ ભરતના પુત્ર રોહકને બોલાવ્યો અને રાજાની ઘેટા વિષેની જે આજ્ઞા હતી તે રોહકને તેઓએ અથ થી ઇતિ સુધી કહી સંભળાવી.
રોહકે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એવો માર્ગ કાઢ્યો કે એક પક્ષમાં તો શું ? અનેક પક્ષ સુધી રાજા આ ઘેટાને અહીં રાખે તો પણ વજન વધે પણ નહીં અને ઘટે પણ નહીં. અત્યારે તેનું વજન જેટલું છે એટલું જ રહેશે. રોહકે ગ્રામીણ લોકોને કહ્યું– આ રાજાનું ઘેટું છે માટે પ્રતિદિન તેને સારું સારું ખવડાવો અને તેની સામે જ બંધ પાંજરામાં એક વાઘને રાખો. સારું સારું ખાવાથી ઘેટાનું વજન વધી જશે પણ વાઘના ભયથી ફરી તેનું વજન ઘટી જશે અને જેમ છે તેમ જ રહેશે.
ગ્રામીણ લોકો રોહકના કહેવા મુજબ ઘેટાને સારું સારું ખવડાવવા લાગ્યા અને તેઓએ તેની સામે એક વાઘ પૂરેલ બંધ પાંજરુ રાખી દીધું. ભોજનની પર્યાપ્ત માત્રાથી તથા વાઘના ભયથી ઘેટાનું વજન વધ્યું પણ નહીં અને ઘટયું પણ નહીં. એક પક્ષ વ્યતીત થયા બાદ ગ્રામીણ લોકોએ પેલા ઘેટાને રાજાને સોંપી દીધો. રાજાએ એ ઘેટાનું વજન કરાવ્યું તો જેટલું હતું એટલું જ થયું. રાજા આ વખતે પણ રોહકની ચતુરાઈ જોઈને બહુ ખુશ થયા.
(૪) કૂકડો :– | :– થોડા દિવસ પછી રાજાએ રોહકની ઔત્પાતિકી બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક નાનાકડા ફૂકડાને મોકલ્યો અને સાથે કહેવડાવ્યું કે આ કડાને બીજા કૂકડાની સાથે નહીં પણ એકલો જ રાખીને લડી શકે એવો લડાયક બનાવીને પછી અહીં મોકલી દેજો.
રાજાની આ આજ્ઞા સાંભળીને ગ્રામીણ લોકો મૂંઝાયા અને તેઓ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા વિષેની વાત કહી સંભળાવી. ગ્રામીણ લોકોએ કહ્યું- રોહક, એકલો ફૂંકડો કોઈ દિવસ લડતા શીખે નહીં, હવે કરવું શું ? રોહકે કહ્યું તમે કોઈ મૂંઝાશો નહીં, એનો ઉપાય હું હમણાં જ બતાવું છું. એમ કહીને તેણે ગ્રામીણજનોને કહ્યું કે તમે એક મોટો અને મજબૂત અરીસો મંગાવીને, આ કૂકડાને તે અરીસાની સામે
રાખો એટલે તે ઘીરે ધીરે લડતા શીખી જશે.
ગ્રામીણવાસીઓએ રોહકના કહેવા મુજબ દિવસમાં ચાર પાંચ વાર કૂકડાને અરીસાની સામે રાખ્યો. કૂકડો પોતાનું પ્રતિબિંબ જોઈને તેને પોતાનો પ્રતિદ્વંદ્વી સમજીને ધીરે ધીરે તેની સાથે લડવા માટે