________________
મતિજ્ઞાન
૧૧૩
રાજાની આજ્ઞા સાંભળીને ગ્રામવાસી નટ લોકો બહુ ચિંતામાં પડી ગયા. તેઓ બધા પંચાયત ઘરમાં એકત્રિત થયા. રોહકના પિતા ભરત પણ તેની સાથે હતા. સર્વે મળીને પરસ્પર વિચારવિમર્શ કરવા લાગ્યા. હવે આપણે શું કરવું? રાજાની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ. જો આપણે રાજાના આદેશનું પાલન નહીં કરીએ તો રાજા અવશ્ય દંડ કરશે. આ રીતે વિચારણા કરતાં કરતાં મધ્યાહ્ન સમય થઈ ગયો.
બીજી બાજુ રોહક તેના પિતા વગર ભોજન કરતો ન હતો તેમજ પાણી પણ પીતો ન હતો. મોડું થવાથી તેને બહુ જ ભૂખ લાગી તેથી રોહક ભૂખથી વ્યાકુળ બનીને પંચાયત સભામાં પિતાની પાસે આવીને બોલ્યો- પિતાજી મને બહુ જ ભૂખ લાગી છે માટે જલ્દી ઘરે ચાલો. પિતાએ કહ્યું- બેટા! ધીરજ રાખ, ગ્રામવાસીઓ પર બહુ કષ્ટ આવી પડ્યું છે, એ વાત તું જાણતો નથી.
રોહકે કહ્યું – પિતાજી! ગ્રામવાસીઓ પર શું કષ્ટ આવ્યું છે? ભરત નટે રાજાની આજ્ઞા વિષેની મુશ્કેલી બતાવી. પિતાની વાત સાંભળીને રોહક સ્મિત, કરતાં કહ્યું– આ કામમાં શું સંકટ છે? આ કષ્ટને હું હમણા જ દૂર કરી દઈશ. આમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. નાના એવા રોહકની વાત પર લોકોને વિશ્વાસ શી રીતે આવે?
રોહકે કહ્યું– આપ લોકો મંડપ બનાવવા માટે એ મહાશિલાની ચારે તરફ જમીન ખોદો. પછી તેની ચારેય બાજુ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં થાંભલાઓ લગાવી દો. પછી મધ્યભાગની જમીનને ખોદો. ત્યારબાદ ચારે ય બાજુ સુંદર મજાની કોતરણી યુક્ત દિવાલો બનાવી દો. આ રીતે કરવાથી અતિ સુંદર મંડપ બની જશે. આ છે રાજાની આજ્ઞા પાલનનો શ્રેષ્ઠ ઉપાય.
મંડપ બનાવવાનો સહજ ઉપાય રોહકે બતાવ્યો. તે બધા લોકોને ગમી ગયો. ઉપાય મળી ગયા પછી ભરત, રોહક તેમજ ગ્રામવાસીઓ બધા પોતપોતાના ઘરે ગયાં. ભોજન કર્યા બાદ લોકો ગામની બહાર જ્યાં મહાશિલા હતી ત્યાં આવ્યા અને ચારે બાજુ ખોદકામ શરૂ કરીને થાંભલાઓ મૂકી દીધા પછી વચ્ચેની જમીન ખોદીને સાફ કરી. પછી મહાશિલાની ચારે બાજુ દિવાલો ચણી દીધી. આમ કરવાથી મહાશિલા તે મંડપની છત બની ગઈ.
ત્યાર બાદ ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા અને નિવેદન કર્યું– મહારાજ ! આપશ્રીએ અમોને આજ્ઞા કરી હતી તે પ્રમાણે અમે મહાશિલાને ત્યાંથી હટાવ્યા વગર જ મંડપ તૈયાર કરેલ છે, તો પછી આપશ્રી કૃપા કરીને તેનું નિરીક્ષણ કરવા માટે પધારો.
રાજાએ સ્વયં આવીને મંડપને જોયો કે તરત જ તેનું મન ખુશ થઈ ગયું. પછી રાજાએ તેઓને પૂછયું. આ રીતે મંડપ બનાવવાનો ઉપાય તમને કોણે બતાવ્યો? ગ્રામીણ લોકોએ એકી અવાજે કહ્યુંમહારાજાધિરાજ ! આ ઉપાય અમને ભરતનટના નાનકડા બાળક રોહકે બતાવ્યો. તેની બુદ્ધિનો આ ચમત્કાર છે. તેની બુદ્ધિથી અમે આપની આજ્ઞાનું પાલન કરી શક્યા છીએ. રોહકની હાજર જવાબી બુદ્ધિ તેમજ તેની સૂઝબૂઝ યુક્ત મતિ જોઈને રાજા અતિ સંતુષ્ટ થયા. રોહક રાજાની એક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ