________________
[ ૧૦૨]
શ્રી નદી સૂત્ર
કેવળજ્ઞાનનો ઉપસંહાર :
अह सव्वदव्व-परिणाम-भाव-विण्णत्तिकारणमणंतं ।
सासयमप्पडिवाई, एगविहं केवलं णाणं ॥ શબ્દાર્થ :- શ્રદ = વાક્યાલંકાર માટે આ પ્રયોગ છે, સળવળ = સંપૂર્ણ દ્રવ્ય, પરિણામ = સર્વ પરિણામ, ભાવ = ઔદયિક આદિ ભાવોને અથવા વર્ણ, ગંધ, રસાદિને, વિપત્તિર = જાણવાનું કારણ, જ્ઞાન કરાવનાર, અતિ = તે અનંત છે, સાલય = શાશ્વત, અખંડવા = અપ્રતિપાતિ છે, ૫ વ૮ = એક પ્રકારનું જ, હેવન્ન = કેવળ, નાઈ = જ્ઞાન છે.
ભાવાર્થ :- આ કેવળજ્ઞાન સંપૂર્ણ દ્રવ્યપરિણામનું ઔદયિક આદિ સર્વ ભાવોનું અથવા વર્ણ, ગંધ, રસ આદિ સર્વ ગુણોનું જ્ઞાન કરાવનાર છે, અંત રહિત છે, શાશ્વત–સદાકાળ સ્થાયી છે અને અપ્રતિપાતી છે. એવું આ કેવળજ્ઞાન એક પ્રકારનું જ છે.
વિવેચન :
ગરઃ- (૧) આ શબ્દનો અનંતર અર્થમાં પ્રયોગ થાય છે. અહીં મન:પર્યવજ્ઞાનના અનંતર કેવળજ્ઞાનનું નિરૂપણ કરેલ છે. (૨) આ શબ્દનો પ્રયોગ ગાથામાં શબ્દોની પૂર્તિ માટે કે વાક્યાલંકાર માટે પણ થાય છે. (૩) આ ગાથામાં કેવળજ્ઞાનના વિષયનો ઉપસંહાર કરેલ છે. સાથે કેવળજ્ઞાનનું આંતરિક સ્વરૂપ પણ બતાવેલ છે. સૂત્રકારે કેવળજ્ઞાનને પાંચ વિશેષણો આપીને આ વિષયને સ્પષ્ટ કરેલ છે.
(૧) ધ્વષ્ય-પરિણામ-ભાવવિપત્તિજાર :- સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયોને તેમજ
ઔદયિક આદિ ભાવોને જાણનાર. (૨) ગત :- તે અનંત છે કેમ કે શેય અનંત છે અને કેવળજ્ઞાન તે સર્વને વિષયભૂત કરે છે તેથી તે અનંત છે. (૩) સાથે:- કાળની અપેક્ષાએ સાદિ અનંત હોવાથી કેવળજ્ઞાન શાશ્વત છે. (૪) Mડિવા :- આ જ્ઞાન ક્યારે ય પણ પ્રતિપાતિ થાય નહીં અર્થાતુ જેની મહાજ્યોત કોઈ પણ ક્ષેત્ર અને કાળમાં બુઝાતી નથી. અહીં શંકા ઉત્પન્ન થાય છે કે જો શાશ્વત કહેવાથી કેવળજ્ઞાનની નિત્યતા થતી હોય તો પછી અપ્રતિપાતિ વિશેષણ પૃથક્ શા માટે આપેલ છે?
સમાધાન :- જે જ્ઞાન શાશ્વત હોય તે અપ્રતિપાતિ હોય જ પરંતુ જે અપ્રતિપાતિ હોય છે તે શાશ્વત હોય અથવા ન હોય પણ માટે અપ્રતિપાતિ વિશેષણ આપેલ છે. ગાથાના કારણે ક્રમ ભેદ થવાનો સંભવ છે.