________________
..
શ્રી નંદી સૂત્ર
પ્રશ્ન- ભવસ્ય કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર– ભવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) સયોગીભવસ્થ કેવળજ્ઞાન (૨) અયોગીભવસ્થ કેવળજ્ઞાન.
પ્રશ્ન- સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કેટલા પ્રકાર છે ?
ઉત્તર- સયોગી ભવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે પ્રથમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન– જેને ઉત્પન્ન થયા પ્રથમ સમય જ થયો હોય (૨) અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળ જ્ઞાન– જેને ઉત્પન્ન થયા અનેક સમય થયા હોય અથવા બીજી રીતે પણ બે ભેદ છે, જેમ કે– (૧) ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન–સયોગી અવસ્થામાં જેનો તમ સમય શેષ રહે તે (૨) અચરમ સમય સયોગી ભવસ્ય કેવળજ્ઞાન–સયોગી અવસ્થામાં અનેક સમય શેષ રહે તે. આ પ્રમાણે સોગી ભવસ્ય કેવળજ્ઞાનનું વર્ણન છે.
પ્રશ્ન- અયોગી મવસ્થ કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– અયોગી મવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) પ્રથમ સમયવર્તી અયોગી ભવસ્ય કેવળજ્ઞાન (૨) અપ્રથમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અચરમ સમયવર્તી અયોગી ભવસ્ય કેવળજ્ઞાન. આ રીતે અયોગી ભવસ્થ કેવળજ્ઞાનનું વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં સકલ પ્રત્યક્ષનું વર્ણન છે. અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન બંનેનું કેવળજ્ઞાન સમાન હોવા છતાં બાજી અવસ્થાની અપેક્ષાએ અહીં તેના બે ભેદ બતાવેલ છે (૧) ભવસ્થ કેવળજ્ઞાન (૨) સિદ્ધ કેવળજ્ઞાન. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાનીકર્મનો સર્વથા ાય ચવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન આવરણથી સર્વથા રહિત હોય છે તેમજ પૂર્ણ હોય છે. જેમ રવિમંડળમાં જે પ્રકાશ છે તે અંધકારથી મિશ્રિત નથી. સર્વ રીતે પ્રકાશ જ હોય એમ કેવળજ્ઞાન પણ એકાંત વિશુદ્ધ જ હોય છે અને એકવાર ઉદય થયા પછી ક્યારે ય તેનો અસ્ત થતો નથી. આ જ્ઞાન ઈન્દ્રિય, મન અને બાહ્ય કોઈ વૈજ્ઞાનિક સાધનની સહાયતાની અપેક્ષા રાખતું નથી અને તે સાધનોથી આ જ્ઞાન સંભવ પણ નથી.
વિશ્વમાં એવી કોઈ શક્તિ નથી જે કેવળજ્ઞાનની નિઃસીમ વિકાસ જ્યોતિને બુઝાવી શકે. આ જ્ઞાન સાદિ અનંત છે તેમજ સદા એક સરખું જ રહે છે. આ જ્ઞાન મનુષ્યભવમાં જ ઉત્પન્ન થાય છે અન્ય કોઈ ભવમાં ઉત્પન્ન થતું નથી. તેની અવસ્થિતિ સદેહ અને વિદેહ બન્ને અવસ્થામાં હોય છે માટે સૂત્રકારે ભવસ્થ તેમજ સિદ્ધ કેવળજ્ઞાનના બે પ્રકાર કહ્યા છે. મનુષ્ય શરીરમાં અવસ્થિત તેરમા, ચૌદમા, ગુણસ્થાનવર્તી પ્રભુના કેવળજ્ઞાનને ભવસ્ય કેવળજ્ઞાન કહે છે અને દેહરહિત મુક્તાત્માને સિદ્ધ કહેવાય છે