________________
| અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક
[ ૩૩]
ચારિત્રાત્માનો પ્રભાવ અનોખો છે. તેથી પ્રત્યેક જીવાત્માએ ચારિત્રબળ કેળવવું જોઈએ.
વૈર્યશાળી કલીનસાધક- જેમ હાથી પોતે ઉત્તમ પ્રાણી છે, સ્વભાવથી પૈર્યવાન અને વફાદાર હોય છે, તેથી ઇશારાથી વશ થઈ જાય છે, તેમ રથનેમિ ઉત્તમપાત્ર, ચરમશરીરી અને ઉચ્ચકોટિના સાધક હતા. તેથી રાજમતીની હિતશિક્ષાનો નમ્રતાપૂર્વક, ધૈર્યવાન બની સ્વીકાર કર્યો. પરસ્પર યોગ્ય આત્માઓનો યોગ્ય સ્થાને સંયોગ થયો અને વાસનાના સ્થાને વિરતિ ભાવનું સ્થિરિકરણ થયું.
અધ્યયન ઉપસંહાર વચન :
एवं करंति संबुद्धा, पंडिया पवियक्खणा ।
विणियटुंति भोगेसु, जहा से पुरिसुत्तमो ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ પર્વ યુર્વતિ સન્તુ, પfeત: વિવMT: |
विनिवर्तन्ते भोगेम्यः, यथा स पुरुषोत्तमः ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ - સંવૃદ્ધ તત્ત્વને જાણનારા, સમ્યક્ રીતે બોધ પામેલા વિયવ - સાવધ કર્મથી ભય માનનારા વિચક્ષણ પુરુષ પડિયા = પંડિત–દોષજ્ઞ શ = આ પ્રમાણે રંતિ = કરે છે લોકોનું = ભોગોથી જિવિત = નિવૃત્ત થઈ જાય છે = જેમ રિલત્તનો = પુરુષોમાં ઉત્તમ છે - તે રહનેમિત્તિ = આ પ્રમાણે વેબ- હું કહું છું.
ભાવાર્થ:- જેવી રીતે પુરુષ શ્રેષ્ઠ રથનેમિ વિષય ભોગોથી શીઘ્ર નિવૃત્ત થયા તેવી રીતે વિચક્ષણ, તત્ત્વજ્ઞ, વિષય સેવનના દોષોને જાણનારા પંડિત પુરુષો વિષય ભોગોથી વિરક્ત થાય છે. એમ હું કહું છું. એ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂ સ્વામીને કહ્યું.
વિવેચન :
પ્રસ્તુત ઉપસંહારાત્મક અંતિમ ગાથામાં સંબુદ્ધા = સમ્યગદર્શની. પંડિત = સમ્યગુજ્ઞાની, વિચક્ષણ = સમ્યગુ ચારિત્રી એવા રત્નત્રય આરાધક મોક્ષમાર્ગી સાધકોને પુરુષોત્તમ રથનેમિની જેમ કામભોગોથી વિરક્ત થવાની પ્રેરણા આપી છે. સંવુ, પડિયા, વિયET – આ ત્રણે ય શબ્દ એકાર્થક પ્રતીત થવા છતાં તેમાં શબ્દાર્થની અપેક્ષાએ ભિન્નતા છે. જેમ કે– (૧) જેઓ સમ્ય દર્શન સહિત બુદ્ધિમાન હોય છે તે સબુદ્ધ કહેવાય છે. (૨) વિષયોના સ્વભાવને જાણી સમ્યજ્ઞાન સંપન્ન બની પાપપ્રવૃત્તિથી પાછા ફરનાર પંડિત કહેવાય છે. (૩) સમ્યક્યારિત્ર સંપન્ન, પાપભીરુ–સંસાર વૃદ્ધિનો ભય રાખનાર અને દરેક પ્રવૃત્તિનો કુશલતા તથા વિવેક પૂર્વક નિર્ણય કરનારા સાધક પ્રવિચક્ષણ કહેવાય છે. એક જ ગાથામાં આ ત્રણ શબ્દ પ્રયોગનું શાસ્ત્રકારનું તાત્પર્ય એ જ છે કે સમ્યગદર્શનાદિ રત્નત્રયને જે ધારણ કરે છે, તે પુરુષોત્તમ રથનેમિની જેમ