________________
|
૩ ૨ |
શ્રી દશવૈકાલિક સત્ર
છાયાનુવાદ: તા: (i) અણી વવનં કૃત્વા, સંતાયાઃ સુભાષિત
____ अङकुशेन यथा नागो, धर्मे सम्प्रतिपादितः ॥ શબ્દાર્થ – તે, તીરે રાજમતીના સંનયા સાધ્વીના સુમાલિય = સુંદર, શુભ આશયવાળા હિતકારી વય = વચનને તોડ્યા = સાંભળીને અંતે = અંકુશ વડે ગાળો ગઈ = હાથીની જેમ ઉન્ને = ધર્મમાં સંપડિવા = સ્થિર થયા. ભાવાર્થ - આર્યા રામતી સાધ્વીના પૂર્વોક્ત સુંદર વચનોને સાંભળીને, જેવી રીતે અંકુશથી હાથી વશ થઈ જાય છે, તેવી જ રીતે રથનેમિ ધર્મમાં સ્થિર થઈ ગયા.
વિવેચન :
આ ગાથામાં રાજેમતીના ધૈર્યની, સંયમ સ્થિરતાની અને તેના પ્રયત્નની સફળતા પ્રદર્શિત કરી છે. રાજમતી પ્રબળ પ્રેરણાદાયક સુભાષિત વચનોથી રથનેમિના ચિત્તની ચંચલતા સમાપ્ત થઈ ગઈ અને તેઓ સંયમભાવમાં સ્થિર થઈ ગયા.
સુભાલિયું - શુભ ભાવનાથી ભાષિત કરેલા વચનો, હિતકારી વચનો. સાધ્વી રાજમતીના વાક્યો સચોટ, હૃદયગ્રાહી અને તીર સમાન તીક્ષ્ણ પણ હતા. તેમ છતાં તેની પાછળ તેનો આશય પરમ વિશુદ્ધ હોવાથી તે વાક્યોને સુભાષિત વચન કહેવામાં આવ્યા છે.
અને દિવાળો - સમ્યગુરૂપથી પુનઃ સંયમ ધર્મમાં ઉપસ્થિત(સુસ્થિર) થઈ ગયા.
રેખ નહી બાળો:- જેવી રીતે અંકુશથી મદોન્મત્ત હાથીનો મદ ઉતરી જાય છે, તે સ્વાભાવિક ગતિમાં અને સ્વાભાવિક વર્તનમાં આવી જાય છે, તેવી રીતે રાજમતી સાધ્વીજીના વચનરૂપી અંકુશથી રથનેમિનો કામરૂપી ઉન્માદ ઉતરી ગયો અને તેને પોતાનું ભાન થયું. તેથી તેઓ પશ્ચાત્તાપપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર થઈ ગયા.
ઉપદેશની સફલતા- એક સુસંયમી સાધ્વીના વચનો સફળ ત્યારે જ થાય કે જ્યારે તેણે શ્રમણીભાવનું સ્વરૂપ યથાર્થ રીતે જાણ્યું હોય અને માણ્યું હોય.
પ્રસ્તુતમાં તેવી ગુપ્ત બ્રહ્મચારીણી અને અઢાર હજાર શીલાચારને ધારણ કરનારી, શીલવંતી રાજમતી સાધ્વીએ પોતાના ચારિત્રના બળ સહિત, પ્રબુદ્ધ સંકલ્પપૂર્વક, સંયમ ધર્મની વિચારણાપૂર્વક રથનેમિ પ્રતિ વચનોનું ઉચ્ચારણ કર્યું અને તે ઉપદેશ રથનેમિના અંતરને અસર કરી ગયો.
રથનું ચક્ર જેમ ગતિમાન થાય તેમ રથનેમિના ચિત્તનું ચક્ર વિષય વાસનામાં ગતિમાન થઈ રહ્યું હતું; તે જ સમયે રાજમતીના પ્રવચન પવિત્રતાથી ચિત્તચક્રની ગતિ સ્થગિત થઈ ગઈ, વાસના શાંત થઈ ગઈ; આ રીતે રાજેમતીનો ઉપદેશ સફળ થયો. આ ગાથા જન જનને, સંઘ સમુદાયને સંકેત કરે છે કે