________________
[૩૦]
શ્રી દશવૈકાલિક સૂત્ર
અબદ્ધમૂળ હડ વનસ્પતિની સમાન અસ્થિર આત્માવાળો બની જઈશ. વિવેચન :
પ્રસ્તુત ચાર ગાથામાં સંયમ ધર્મથી અસ્થિર થઈ જનાર રથનેમિને પુનઃ સંયમમાં સ્થાપિત કરવા માટે સાધ્વી રાજમતી દ્વારા અપાયેલો પ્રબળ અને પ્રેરક ઉપદેશ છે.
રાજમતિએ અગંધનકુલના સર્પના ઉદાહરણથી રથનેમિને પોતાના ઉત્તમ કુલની મહત્તા પ્રદર્શિત કરી છે.
ને નવ મધ :- કલની અપેક્ષાએ સર્પ બે પ્રકારના હોય છે. (૧) ગંધન કુલ (૨) અગંધન કલ, ગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પ મંત્રાદિના બળથી વિવશ થઈને ડંખેલા સ્થાનમાં નાંખેલું ઝેર તેમાંથી પાછું ચૂસી લે છે. અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પ અસહ્ય અને બળતી આગમાં પ્રવેશ કરે પરંતુ એકવાર વમન કરેલા ઝેરને પાછું ચૂસતા નથી. ૩માં મોરાર ... – હે રથનેમિ! હું ઉગ્રસેન રાજાની પુત્રી અને તું અંધકવૃષ્ણિ રાજાનો પુત્ર છો. અગંધનકુલના સર્પની જેમ વત રૂચ્છિસિ આવે૩ = વમન કરેલા–છોડેલા ભોગની પુનઃ ઇચ્છા રાખવી તે આપણા કુળ માટે શોભનીય નથી. તિર્યંચ ગતિમાં જન્મેલા, ધર્મના જ્ઞાનથી રહિત સર્પ જાતિના જીવો પણ પોતાના કુળની શ્રેષ્ઠતાના આધારે પોતાના પ્રાણનું બલિદાન દેવા તૈયાર થઈ જાય છે. પરંતુ વમન કરેલું વિષ પુનઃ ગ્રહણ કરવા જેવું ઘણાસ્પદ કાર્ય કરતા નથી. હે રથનેમિ! આપણે તો ઉચ્ચકુલીન મનુષ્ય છીએ, ધર્મના માર્ગ પર કદમ ઉપાડેલું છે. તો પછી કુળની આણ-માન મર્યાદાને તિલાંજલી આપીને, સ્વાભિમાનનો ત્યાગ કરીને, ગંધનકુળના સર્ષની જેમ છોડેલા વિષયભોગના સેવનની ઇચ્છા કરવી તે યોગ્ય નથી.
ઉપરોક્ત પદ દ્વારા રાજમતીએ બંનેના કુળની નિર્મળતા, વિશુદ્ધતા, ઉચ્ચતા અથવા પ્રધાનતા તરફ રથનેમિનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કારણ કે કુલીન વ્યક્તિ પ્રાયઃ અકૃત્યમાં પ્રવૃત્ત થતી નથી. તેઓ વૈર્યપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર રહે છે. અનસોની – આ શબ્દના બે રૂપ છે, અને અર્થ ત્રણ છે. (૧) રામ - હે અપયશની કામના કરનાર ! (૨) અયરાત્રિ — યશ = સંયમ, અયા– અસંયમ. હે અસંયમના કામી ! (૩) યશનિ - હે યશની ઈચ્છાવાળા ! અથવા હે કામી ! આવા તમારા યશને ધિક્કાર છે. આ રીતે યશની ઈચ્છા રાખનાર તે પુરુષ ! તમે (એકબાજુ)યશની ઈચ્છા રાખો છો અને બીજી બાજુ તમારા વિચાર આટલા બધા નીચ છે. જેથી તમને ધિક્કાર છે.
વં તે ન મરે :- એક સાધ્વી દ્વારા સાધુને આ પ્રકારના નિષ્ફર અને કઠોર વચન બોલવા પાછળ રહેલો આશય આ પ્રમાણે છે– (૧) અકાર્ય સેવન કરવાથી લીધેલા મહાવ્રતોનો ભંગ થાય છે; તેની અપેક્ષાએ વ્રતોની રક્ષા કરતાં સાધક જો મરણને શરણ થઈ જાય તો તે આત્મઘાતી નહીં પરંતુ વ્રત રક્ષક કહેવાય છે, (૨) ભૂખ્યો માનવ ગમે તેટલું કષ્ટ પામતો હોય તો તેને કોઈ ધિક્કારતું નથી. પરંતુ કોઈ માનવ