________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભોગવૃત્તિનો ત્યાગ કરે તો તે ત્યાગી જ કહેવાય છે.
(૨) રાજગૃહીનો એક કઠિયારો સુધર્માસ્વામી પાસે દીક્ષિત થયો. તે ગૌચરી જતો ત્યારે લોકો થંગ કરતા હતા કે "પેલો કઠિયારો સંસારનો ભાર વહન કરી શકતો ન હતો. તેથી દીક્ષિત થઈ ગયો છે." લોકોના ઉપાલંભને સાંભળીને, મુનિના કહેવાથી અભયકુમારે એક યુક્તિ રચી. ગામની બહાર ત્રણ કરોડ રત્નના ત્રણ ઢગલા કર્યા અને ઉદ્ઘોષણા કરાવી કે જે વ્યક્તિ સચિત્ત પાણી, અગ્નિ અને સ્ત્રી સંગનો જીવનપર્યંત ત્યાગ કરે તેને આ ત્રણ કરોડ રત્ન મળશે. લોકોએ કહ્યું, સંસારમાં આ ત્રણ વસ્તુ વિના રત્નનું શું પ્રયોજન ? આ રીતે એક પણ વ્યક્તિ સચિત્ત પાણી, અગ્નિ અને સ્ત્રીસંગનો ત્યાગ કરી રત્ન લેવા તૈયાર ન થઈ.
અભયકુમારે કહ્યું, આ ત્રણ વસ્તુનો ત્યાગ ત્રણ કરોડ રત્નના ત્યાગ કરતાં વધુ કિંમતી છે. લોકોને ત્યાગ માર્ગનું મહત્ત્વ સમજાઈ ગયું.
રહસ્ય એ જ છે કે ધનવાન કે ગરીબ, કોઈ પણ વ્યક્તિ વૈરાગ્યપૂર્વક મનોરમ્ય એવં પ્રાપ્ત કામભોગોનો સ્વેચ્છાથી ત્યાગ કરે છે તેમજ અપ્રાપ્તની અભિલાષા અને તેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યાગ કર્યા પછી મનમાં પણ તેનો વિચાર કરતો નથી, તે જ ત્યાગી છે.
कंते पिए :- સ્થૂલ દષ્ટિથી વિચારતા કાંત અને પ્રિય બન્ને શબ્દ ઐકાર્થક પ્રતીત થાય છે, પરંતુ બન્નેના શબ્દાર્થમાં અંતર છે.
પદાર્થની સહજ સુંદરતાને કાંત અને વ્યક્તિની રુચિ અનુસાર તેમાં ઇષ્ટપણું થવું તેને 'પ્રિય' કહેવાય છે.
આ વિષયમાં ચાર ભંગ બનાવ્યા છે– (૧) કોઈ વસ્તુ કાંત હોય છે પરંતુ પ્રિય નહીં. (૨) કોઈ વસ્તુ પ્રિય હોય છે, કાંત નહીં. (૩) કોઈ વસ્તુ કાંત પણ હોય છે અને પ્રિય પણ હોય છે. (૪) કોઈ વસ્તુ પ્રિય પણ ન હોય અને કાંત પણ ન હોય. તાત્પર્ય એ છે કે કોઈ વ્યક્તિને કાંત વસ્તુમાં પ્રિયતા થાય છે. તો કોઈ વ્યક્તિને અકાંત વસ્તુમાં પ્રિયતા થાય છે. એક વસ્તુ, એક વ્યક્તિ માટે પ્રિય થાય છે અને તે જ વસ્તુ બીજી વ્યક્તિ માટે અપ્રિય થાય છે. જેમ કે મનુષ્ય માટે લીમડો કડવો હોવાથી પ્રિય ન થાય પરંતુ અમુક રોગી અથવા ઊંટ માટે પ્રિય થાય છે. તેથી જે કાંત હોય, તે પ્રિય જ હોય તેવો કોઈ નિયમ નથી. દરેક વ્યક્તિઓની શુભ-અશુભ પ્રકૃતિના ઉદય પ્રમાણે પ્રિય થવામાં અંતર રહે છે. બન્ને વિશેષણોમાં આ જ અંતર છે. પદાર્થો, પદાર્થના સ્વરૂપે છે. છતાં મોગી માનવ માટે તે સુવિધાવાળા બનતા હોવાથી કાંત અને પ્રિય થાય છે.
મોર્ઃ-ભોગ. પાંચે ઇન્દ્રિયોના વિષયો, શ્રી ભગવતી સૂત્રમાં કામ અને ભોગનું અંતર બતાવ્યું છે. સ્પર્શ, રસ અને ગંધ જે શરીર દ્વારા વિશેષ પ્રકારે ભોગવાય, જેનું શરીરરૂપે પરિણમન થાય, જેનો ઇન્દ્રિયો સાથે સીર્ધા–અનંતર સંબંધ થાય તે ભોગ કહેવાય છે અને જેની કામના કરાય, જે શરીરરૂપે પરિણમે નહીં, જેનો ઇન્દ્રિયો સાથે પરોક્ષ—અંતરયુક્ત સંબંધ થાય તે રૂપ અને શબ્દ બંને કામ કહેવાય છે. પ્રસ્તુતમાં પાંચે ઇન્દ્રિયના વિષયોને સમુચ્ચયરૂપે ભોગ કહ્યા છે.