________________
પરિશિષ્ટ-૭
૫૪૯
પરિશિષ્ટ-૭
(વિભૂષા એક વિશ્લેષણ
આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિ મ. સા.E
પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં વિભૂષાને અનાચાર રૂપે દર્શાવ્યું છે અને છઠ્ઠા અધ્યયનમાં વિભૂષાના ત્યાગને આચારસ્થાન કહ્યું છે. ત્રીજા અધ્યયનમાં અનાચાર રૂપે સંક્ષિપ્ત, અતિ સંક્ષિપ્ત નિર્દેશ માત્ર છે જ્યારે છટ્ટા અધ્યયનમાં તેના ત્યાગ ઉપર વિશેષ ભાર મૂકવા માટે તેનો વિસ્તૃત સ્વરૂપ સમજાવતાં તે સંબંધી દોષોને ઉજાગર કર્યા છે. ત્યારપછી આઠમા અધ્યયનમાં વિભૂષાને વિષની ઉપમા આપી સંયમ જીવનના વિનાશક રૂપે સ્વીકાર્યું છે.
વિભૂષાનો અર્થ છે શરીરને વિભૂષિત કરવું, શણગારવું, અલંકૃત કરવું. ખરેખર તો વિભૂષા ગૃહસ્થનો વિષય છે, સાધુનો નહીં. કારણ કે સાધુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ દેહ પ્રત્યેના મૂચ્છભાવને ઘટાડવા માટે હોય છે. તેનું લક્ષ્ય એકાંતે આત્મશુદ્ધિનું જ હોય છે. વિભૂષા કે અલંકારના ચાર પ્રકાર છે– (૧) કેશાલંકાર (૨)વસ્ત્રાલંકાર (૩) માલાલંકાર (૪) આભૂષણાલંકાર. જૈન શ્રમણાચારમાં લોચને કારણે પ્રાયઃ વાળ નાના જ હોય છે; વળી કેશ સંવારવા માટે તેઓ પાસે કોઈ સાધન હોતું નથી. વસ્ત્ર તો તેઓ પાસે સીમિત અને રંગ વિનાના હોય છે. માળા અને અલંકાર તેઓને અગ્રાહ્ય છે; આ રીતે શ્રમણોને વિભૂષાની પૂર્ણ અશક્યતા હોવા છતાં આ અઢારમાં આચાર સ્થાનમાં શ્રમણને વિભૂષા ત્યાગ માટે વજુદવાળા શબ્દોમાં સાવધાન કર્યા છે, તે ખરેખર વિચારણીય છે. શ્રમણોને વિભૂષા શું? અને શી રીતે ?- શ્રમણાચાર સંબંધી જિનાજ્ઞાઓનું પાલન કરનાર શ્રમણને શરીર અને વસ્ત્ર બંનેના માધ્યમે મેલ પરીષહ સહન કરવાનો હોય છે. તો મલિન દેહે અને મલિન વસ્ત્રોથી તેઓ કોઈપણ પ્રકારે વિભુષા કરી શકે તેમ નથી. શ્રમણાચારની આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પૂર્વના સંસ્કાર જાગૃત થતાં, સંસર્ગ દોષ થતાં કે ચારિત્ર મોહકર્મના ઉદયની પ્રધાનતા અને સંયમની અસાવધાનતા થતાં સાધકના ચિત્તમાં વિભૂષા વૃત્તિ, સ્થાન પામી જાય છે.
અહીં વિભુષા વૃત્તિનો અર્થ એટલો જ છે કે હું કઈક સારો દેખાઉં. આ પ્રકારના ભાવોને વિભૂષા વૃત્તિનું માનસ કહેવાય છે. આ ધીરે ધીરે પુષ્ટ થતાં સાધકનું માનસ કેટલાય માર્ગ ખોળી કાઢે છે. જેમ કે સામાન્ય વસ્ત્રોની જગ્યા બહુમૂલા અને ચમકીલા વસ્ત્ર રાખે; મેલ પરીષહ જીતવાનો છોડી શરીર અને વસ્ત્રને સ્વચ્છ રાખવા લાગે; પાવડર, વિલેપનના પદાર્થોનો ઉપયોગ શરૂ કરે; ઉપકરણો વધારી દે; મન ઇચ્છિત ચીજો રાખવા લાગે; નખ અને કેશ પ્રસાધનના સાધનો