________________
૫૪૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
પરઠીને "નિસહી નિસહી" બોલતાં સ્થાનકમાં આવીને તસ્સ ઉત્તરીનો પાઠ બોલવાપૂર્વક
ઈરિયાવહિનો કાઉસગ્ગ કરવો. [૨] વડીનીત સબંધી વિધિઃ (૧) વડનીતની હાજત(દબાણ) થાય ત્યારે જો અનુકૂળતા હોય તો ગામની બહાર જવું. (૨) રસ્તામાં અથવા લીલી વનસ્પતિ, અંકુરા, કીડી, મંકોડા આદિ જીવજંતુ હોય ત્યાં ન બેસવું. (૩) લોકોનું આવાગમન ન હોય તેવા સ્થાને જવું.
લોકોને તકલીફ ન પડે તેવા સ્થાનમાં બેસવું, વસ્ત્રના ટૂકડાથી અંગશુદ્ધિ કરવી પછી પાણીથી શુદ્ધિ કરવી. વધારે પડતું પાણી ન વાપરવું. મળથી દૂર જઈને શુદ્ધિ કરવી. શેષ વિધિ પૂર્વવત્
જાણવી. (૫) વડીનીતની હાજતનું દબાણ વધારે હોય અથવા બહાર જવાની શરીરની અનુકૂળતા ઓછી હોય,
તેમજ પરઠવાના સ્થાન જીવ વિરાધના થાય તેવા હોય, લોકોના આવગમન રહિત સ્થાન ન મળે, તો ઉપાશ્રયના કોઈ એકાંત સ્થાનમાં પોતાના ઉચ્ચારમાત્રકમાં શૌચનિવૃત્તિ કરવી, પછી યોગ્ય સ્થાનમાં પરઠવી દેવું.
- - -