________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાલનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતાં મૂકીને ગોચરી વહેરાવે તો તેના હાથે મુનિ ગોચરી ન લે. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી.
૫૩
(૧૦૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, ને દાનપિંડ દોષ છે.
(૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદુ તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. –દશવૈ. –૫/૧/૭૦, (૧૦૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં.
(૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા પદાર્થ વહોરવા નહીં, તે બહુઉજિન્નત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ
જાય પછી લઈ શકાય છે.
પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશમાં અને તે પછીના અધ્યયનોમાં વર્ણિત કેટલાક નિયમો આ પ્રમાણે
(૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઉલ્લંધીને ગોચરી ન જવું અને તેની સામે ઊભા પણ ન રહેવું. [અધ્ય.-૫]
(૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ નિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે. [અધ્ય.- ૫/૨] (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરી લે, ગાયના ઘાસ ચરવાની જેમ અનેક ઘરોથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે. [અધ્ય.-૯]
(૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. [અધ્ય.—૧૦]
(૧૧૧) ભિક્ષુ મધુ માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં. અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.[ચૂલિકા–૨/૭]
***