________________
૫૧૮ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
શ્રુતજ્ઞાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોનું વાંચન અને કંઠસ્થ ધારણ. મુનિ શાસ્ત્ર કંઠસ્થ કરવામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા જ રહે; સૂત્રાર્થની વાચણી ગુરુ, વડીલ પાસેથી ગ્રહણ કરે; વાચણી કરેલા શાસ્ત્રોને સ્વયં અનુપ્રેક્ષા પૂર્વક વ્યાખ્યાઓના આધારે પુનઃ પુનઃ વાંચન કરે. તે શાસ્ત્રોના મર્મ ભરેલા થોકડાઓ જે ઉપલબ્ધ છે, તેને સમજીને કંઠસ્થ કરે. (૨) તપસ્યામાં– નવકારસી, પોરસી, એકાસના, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ વગેરે માસખમણ સુધીના તપ, વરસી તપ અને અન્ય પણ આગમોક્ત પ્રચલિત તપ તથા અભિગ્રહ, આ સર્વ તપસ્યાઓનો મુનિ અભ્યાસ કરી, યથાશક્તિ તપારાધના કરી, સંયમ જીવનને તે તપસ્યાઓથી વિકસિત તથા સુશોભિત કરતા રહે. આ રીતે આ બે વિશિષ્ટ કર્તવ્યોના વિષયમાં મુનિ બારમી ગાથા કથિત ત્રણે ય ચિંતન કરી તેના વિકાસ કરવા માટે કટિબદ્ધ બને. અવગુણ અવલોકન – પ્રશ્ન થાય છે કે સંયમ જીવન તો સેંકડો હજારો ગુણોનો ભંડાર છે, તેમ છતાં તે સંયમ જીવનમાં અવગુણો શું જોવાના? સમાધાન સરલ છે કે તે જ હજારો ગુણોમાં પ્રમાદ કે અજ્ઞાન વશ જે અલનાઓ થતી હોય તેને જ જોવાની અને શોધવાની હોય છે તથા શોધીને સુધારવાની હોય છે, તેમજ ફરી તે અલનાઓ થાય નહીં તેવી કાળજી રાખવાની હોય છે. મુખ્યતયા- વિષય અને કષાય, અવિનય અને આશાતના, આળસ અને પ્રમાદ, નિદ્રા અને વિકથા, મહાવ્રત અને સમિતિ ગુપ્તિના અતિચરણ વગેરે અનેકાનેક સ્થાન છે કે તે સંબંધી નાની-મોટી અલનાઓ થઈ જાય તેની મુનિ શોધ કરી શુદ્ધ કરે; આ અવગુણ અવલોકનનું તાત્પર્ય છે. ૩ળાયં પડિવથ નો મુન્ના..:- સાધુને આત્મનિરીક્ષણ કરતાં પોતાની અલનાઓ જણાય તો તેનું નિવારણ કરવા તે તરત જ તૈયાર થઈ જાય છે. અનાગત-ભવિષ્યકાલ પર તે વાતને ન છોડે.
સાધુ મન, વચન, કાયાથી થતાં પોતાના દોષોને જ્યારે જુએ ત્યારે તરત જ તે સાવધાન થઈને ત્યાંથી જ પાછો વળી જાય છે. જેમ જાતિવંત અશ્વ લગામ ખેંચવા માત્રથી સન્માર્ગે આવી જાય છે. તે જ રીતે ઉત્તમ સાધુ પણ ગુર્યાદિના આદેશ કે ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના પોતાના આત્માની રક્ષા માટે પોતાના દોષને દૂર કરવા સ્વયં કટિબદ્ધ થઈ જાય. આ જ આત્માનુશાસન છે. સાધુ તેના દ્વારા પોતાના આત્માને શિક્ષિત અને સંસ્કારિત બનાવે.
પૂર્વોક્ત ગુણધારક પ્રતિબુદ્ધ જીવી શ્રમણ :१५ __ जस्सेरिसा जोग जिइंदियस्स, धिईमओ सप्पुरिसस्स णिच्चं ।
तमाहु लोए पडिबुद्धजीवी, सो जीवइ संजमजीविएणं ॥ છાયાનુવાદઃ વચ્ચેદી યોગા જિતેન્દ્રિય, ધૃતિમત: સત્પષ નિત્યમ્ |
__ तमाहुलॊके प्रतिबुद्धजीविनं, स जीवति संयमजीवितेन ॥ શબ્દાર્થ –નિવયજ્ઞ = ઇન્દ્રિયવિજેતા ઉધન = વૈર્યવાનું નસ્ય = જે સંપુરિસ્સ: