________________
ચૂલિકા-ર: વિવિક્ત ચર્યા
[૫૧૧ ]
એવા બે અર્થ સંભવે છે. અમાત્સર્ય એટલે દ્વેષ, ઈર્ષા, માનરહિત ટીકાદિમાં આ અર્થ પ્રચલિત છે. અમસ્ય એટલે મત્સ્ય ત્યાગી. આ અર્થ પ્રાસંગિક છે. સાધુ મધ, માંસ તથા મત્સ્યરહિત શુદ્ધ નિર્દોષ આહારવૃત્તિવાળા હોય છે. આ રીતે અર્થ કરવાથી ગાથાના પૂર્વાદ્ધમાં મહાવિગય અને વિગય ત્યાગના વિષયનો નિર્દેશ પ્રાપ્ત થાય છે.
મg frશ્વાણું ય ર :- શ્રમણ વારંવાર વિગયોનો ત્યાગ કરે છે. વારંવાર અર્થાત્ મહીનામાં ૧૦, ૨૦, રપ વગેરે દિવસ યથાશક્ય વિગયનો ત્યાગ કરે. વિગયોના ત્યાગથી આહારની આસક્તિ ઓછી થાય છે, ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહમાં વિગય ત્યાગ બહગુણકારી બને છે અને રસ પરિત્યાગ તપસ્યાનો લાભ થાય છે, તેથી મહાન કર્મોની નિર્જરા થાય છે.
મજઉં પર છારી:- શ્રમણની સંયમ જીવનની દિનચર્યા વારંવાર કાયોત્સર્ગ પ્રધાન હોય છે. દેહનું મમત્ત્વ છોડવા માટે અને ચિત્તની એકાગ્રતા માટે જિનશાસનમાં કાયોત્સર્ગનું વિધાન છે. સાધુની સમગ્ર સાધનાનું લક્ષ્ય દેહભાવને છોડીને આત્મભાવમાં સ્થિર થવાનું છે. તેથી જ તેઓની જીવનચર્યામાં કોઈપણ પ્રવૃત્તિના અંતે કાયોત્સર્ગ કરવાનો હોય છે. યથા- ગૌચરી, પ્રતિલેખન, સ્વાધ્યાય કે માર્ગ ગમનાગમન વગેરે તે તે ક્રિયાની શુદ્ધિને અર્થે મુનિ કાયોત્સર્ગ કરે છે. આ સર્વ કાયોત્સર્ગ વિધાનોથી યુક્ત મુનિ ચર્યા હોય છે, માટે તેને અહીં બહુ સારી = વારંવાર કાયોત્સર્ગ કરનાર કહ્યા છે. સાયનોને પણ હવેના:- સ્વાધ્યાય ધ્યાન આદિ સંયમ યોગોમાં જ મુનિ સદા લીન અને પ્રયત્ન શીલ રહે છે તે અન્ય કોઈ સંયમ કે સ્વાધ્યાય વિધાતક પ્રવૃત્તિ કે વિકથામાં સમય વ્યતીત કરે નહીં.
આ રીતે આ ગાથાના ચાર ચરણોમાં મુનિના ચાર ગુણ કહ્યા છે. તેનો બે પ્રકારે અર્થ થાય છે કે(૧) મુનિ આ ગુણવાળા દવેના = હોય છે. (૨) મુનિએ આ ગુણોને ધારણ કરવા જોઈએ. બીજી રીતેત્રણ ચરણમાં મુનિના વિશિષ્ટ ગુણ કહી ચોથા ચરણમાં તે ત્રણ ગુણ સહિત મુનિને સ્વાધ્યાય આદિ સંયમ યોગોની વૃદ્ધિ કરવાની પ્રેરણા કરી છે. મુનિની અપ્રતિબદ્ધ વિહાર ચર્યા :
ण पडिण्णवेज्जा सयणासणाई, सेज्जं णिसेज्जं तह भत्तपाणं ।
गामे कुले वा णगरे व देसे, ममत्तभावं ण कहिंपि कुज्जा ॥ છાયાનુવાદઃ ન તિજ્ઞાપત્ય નાનાનિ, સવ્ય નિષઘ તથા બાપાનમ્ |
ग्रामे कुले वा नगरे वा देशे, ममत्वभावं न क्वचित् कुर्यात् ॥ શબ્દાર્થ - લયસારું = સંસ્કારક અને આસન સેન્ન = વસતિ, મકાન જિતેન્ન = સ્વાધ્યાય ભૂમિ મત્તા = અન્નપાણી માટે જ પડugવેજ્ઞા = કોઈપણ પ્રકારની આસક્તિ યુક્ત પ્રતિજ્ઞા, પ્રતિબદ્ધતા ન કરે ને ગામમાં પરે= નગરમાં વેસે દેશમાં = કુળમાં વહં પિ= કોઈપણ