________________
| ચૂલિકા-૧ઃ રતિવાક્યા
૪૯૩.
અનુક્રમે સમજાવ્યું છે. વિશેષ વિકાસમાં તો ચારિત્ર પર્યાયો અક્રમિક વધતાં તે ચારિત્રનિષ્ઠ શ્રમણ અલ્પ સમયમાં પણ વિચાર શ્રેણીની પરમ પવિત્રતા અને નિર્મળતા પામી મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે.
દેવલોકના દિવ્ય સુખ આયુષ્ય પૂર્ણ થતાં પૂર્ણ થાય છે, જ્યારે ચારિત્ર પર્યાયનું સ્વભાવજન્ય સુખ શાશ્વત થઈ જાય છે. આ રીતે ખરેખર તો સંયમના સુખની તુલના દૈવી સુખ સાથે થઈ શકે તેમ નથી; તે અનુપમ છે. તેમ છતાં લોક વ્યવહારમાં કે સંસારમાં દેવી સુખ સર્વોપરી ગણાય છે. તેથી સુત્રકારે સંયમી જીવનના સુખની તુલના દૈવી સુખ સાથે કરી છે. અરયાઈ મદારરિસો:- જેના વિચારો સંયમ જીવનથી વિચલિત થઈ ગયા છે. સંયમના આચાર– વિચાર, વ્રત-નિયમો પ્રતિ શ્રદ્ધા-નિષ્ઠા અસ્થિર બની ગઈ છે, જેને સંયમી જીવનમાં અંતર રુચિ રહી નથી, તેને સંયમી જીવન નરકસમ ભાસે છે. જેને ભોગવિલાસનું આકર્ષણ થઈ ગયું છે, સ્વજનોનો રાગ પ્રધાન થઈ ગયો છે, જે સર્વ પ્રકારની અનુકુળતાઓને જ ઝંખે છે. તેને સંયમી જીવનના સામાન્ય કષ્ટ, ઉપસર્ગ કે પરીષહ પણ નરકની વેદના સમ લાગે છે. તે નૈરયિકોની જેમ અહર્નિશ અશાંત અને ભોગ સુખો માટે આકુળ વ્યાકુળ રહે છે. આ રીતે વ્યક્તિની પાત્રતા અને રુચિના આધારે સંયમી જીવનના અનુભવમાં તરતમતા હોય છે. રમM તખ્ત પરિચય પંડિv – ઉપરોક્ત બંને પ્રકારની માનસિકતાનું સ્પષ્ટ ચિત્ર ઊભું કર્યા પછી શાસ્ત્રકારે આ પદમાં મુમુક્ષુ સાધક આત્માને પંડિત એવા બિરુદના ઉચ્ચારણ સાથે આદેશ યુક્ત શિક્ષા ફરમાવી છે કે આ બંને તત્ત્વોનો વિચાર કરી પંડિત પુરુષ તજજો સંયમ ભાવમાં રમણ કરે. ધર્મ છોડી અધર્મી થનારની અવદશા :
धम्माउ भटुं सिरिओववेयं, जण्णग्गिविज्झायमिवप्पतेयं ।
हीलंति णं दुव्विहियं कुसीला, दाढुड्डियं घोरविसं व णागं ॥ છાયાનુવાદઃ ધર્મા પ્ર પ્રિય વ્યવેત, યજ્ઞાનિ વિધ્યામાં જ્યનમ્ |
हीलयन्ति एनं दुर्विहितं कुशीलाः, उद्धृतदंष्ट्रं घोरविषमिव नागम् ॥ શબ્દાર્થ – લીલા = કુત્સિત શીલવાળા લોકો પણ સિરોવવેચંગે તપોરૂપ લક્ષ્મીથી રહિત કુવ્વાહિયં દુર્વિહિત સાધુને અયથાર્થ રીતે સંયમ પાલનારને, દુષ્ટ વ્યાપાર કરનારને ધમાલ ભટ્ટ = ધર્મથી ભ્રષ્ટવિા બુઝાયેલી પ્રચં- તેજ રહિત ગામિવ યજ્ઞની અગ્નિ સમાન વાહુલિંક દાઢ કાઢી નાખી છે તેવા પોરવસં = રૌદ્ર વિષવાળા ન વ = સર્પની સમાન હીનંતિ = અવહેલના પામે છે. ભાવાર્થ:- જેમ દાઢો ખેંચી લીધેલા મહાવિષધર સર્પની સાધારણ લોકો પણ અવહેલના કરે છે. તેમજ ધર્મથી ભ્રષ્ટ, તપસંયમરૂપી લક્ષ્મીથી રહિત, ઠરી ગયેલા યજ્ઞના અગ્નિની જેમ નિસ્તેજ અને વિહિત (આચારવાળા) તે મુનિની સામાન્ય અને દુરાચારી લોકો પણ અવહેલના કરે છે.