________________
( ૪૭૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
અનુપાદેયતા, ક્લેશકારકતા, સાવદ્યમયતા અને બંધનકારકતાનું તેમજ સંયમી જીવનની ઉપાદેયતા, ક્લેશરહિતતા, નિષ્પાપતા અને સ્વતંત્રતાનું મહત્ત્વપૂર્ણ નિરૂપણ સંક્ષિપ્ત સૂત્ર વાક્યો દ્વારા કરવામાં આવ્યું છે.
* આ ચૂલિકામાં સૂત્રકારે સંયમથી પતિત થનાર સાધકની દુર્દશાનું આબેહુબ વર્ણન કર્યું છે, જે પ્રત્યેક સાધકને માટે પ્રેરક છે. તેવી દુર્દશા ન ઇચ્છનાર સાધકે આ અધ્યયનનું યથા સમયે સ્વાધ્યાય સાથે મનન, ચિંતન અવશ્ય કરવું જોઈએ.
* સંયમમાં રુચિ રાખનારને સંયમ દેવલોક સમ અને અરુચિ રાખનારને નરકસમ પ્રતીત થાય છે. આ સ્યાદ્વાદાત્મક પદ્ધતિથી સૂત્રકારે સંયમમાં રમણ કરવાનો જે ઉપદેશ આપ્યો છે તે સહજ, સરળ અને સરસ છે, જીવમાં વૈરાગ્યભાવની વૃદ્ધિ કરે છે અને રફ હું જ દુ ધમાસ શરીરને છોડીશ પણ ધર્મશાસનને નહીં.' તેવા પરિણામોને દઢ કરે છે. * જીવ ગમે ત્યાં જાય, સંયમ છોડીને ગૃહવાસમાં જાય ત્યાં પણ તેના કર્મો તો તેની સાથે જ છે. સ્વકૃત કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. આ પ્રકારની સમજણ કર્મના અવ્યાબાધ સિદ્ધાંતના સહારે જ સાધકમાં ઉત્પન્ન થાય છે અને તેથી તે પ્રત્યેક પરિસ્થિતિનો સમભાવથી સ્વીકાર કરી શકે છે.
"નરકના અતિદીર્ઘ કાળના દુઃખોની અપેક્ષાએ સંયમી જીવનમાં સહન કરવાનું દુઃખ અત્યંત અલ્પ અને ઘણી ઓછી અવધિવાળું હોય છે" આ ચિંતન સુત્ર સાધકને સંયમી જીવનના કષ્ટોને સહન કરવાની, ભોગ પિપાસાથી વિરક્ત થવાની તથા સંયમમાં સ્થિર થવાની પ્રેરણા આપે છે. માટે આ ચિંતન સૂત્ર સાધકને મહાન સબલ રૂપ અને અવલંબન રૂપ છે.
આ રીતે સમગ્ર દષ્ટિથી આ ચૂલિકા અધ્યાત્મ વિકાસ માટે ઉત્તમ સોપાન છે.