________________
અધ્ય.-૧૦ઃ સ ભિક્ષ
૪૭૧]
આ સમગ્ર શાસ્ત્રમાં સાધ્વાચારનું જ નિરૂપણ છે. તે સાધ્વાચારના પાલનનું સાધન આ માનવ દેહ છે. તેમ છતાં અનેક પ્રકારના કર્મબંધના કે સાધનાથી શ્રુત થવાના નિમિત્તોમાં પણ દેહનો મોટો ફાળો છે. આ દ્વિવિધ લક્ષણ યુક્ત શરીરનું સાધકે માત્ર સંરક્ષણ કરવાનું છે પણ તેને પોષણ કરવાનું નથી. આ માટે ગાથાના પૂર્વાર્ધમાં આ શરીરને અશુચિમય અને અશાશ્વત કહીને સતત તેના પ્રતિ મમત્વના ત્યાગનો ઉપદેશ છે, યથા- (૧) જ્યારે આ શરીર ગંદકીનો ભંડાર છે તો એની સફાઈ માટે સંયમનો નાશ ક્યારે ય કરવો નહીં (૨) આ શરીર છૂટી જ જવાનું છે તો એને પુષ્ટ કરવા માટે પણ સંયમનો નાશ કરવો નહીં. તાત્પર્ય એ છે કે મારે શરીર માટે કંઈ પણ આશ્રવ કે કર્મબંધ કરવા નહીં. માત્ર સંયમ વિધિ અને પ્રભુ આજ્ઞાપાલન જેટલું જ એનું સંરક્ષણ નિર્મોહ ભાવે કરવાનું છે. તે પણ ધર્મ બુદ્ધિ રાખીને; અર્થાત્ જ્યાં સુધી આ શરીર તપ સંયમમાં સહયોગી થાય ત્યાં સુધી જ એનું ધ્યાન રાખવું અને જ્યારે તે સંયમમાં સહાયક ન રહે અને તેવી આશા પૂર્ણ છૂટી જાય તો સાધુએ વિવેકપૂર્વક એનું સંરક્ષણ છોડી, તપ અને અનશનથી આત્મ કલ્યાણ સાધવું જોઈએ. આ રીતે કરનાર સાધક સર્વથા કર્મક્ષય કરી, જન્મ મરણનો અંત કરી શાશ્વત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. તં રેહવાસં અણુ અલી ... – અણુ = આ દેહ અશુચિ પૂર્ણ છે, અશુચિથી ઉત્પન્ન થયેલો છે. અસાથે = આ શરીર અશાશ્વત, અનિત્ય, વિનાશશીલ તેમજ ક્ષણભંગુર છે. તે હાડકા અને સ્નાયુઓથી યુક્ત ચામડાથી ઢંકાયેલ છે. તેની અંદર આંતરડા, પેટ, યકૃત, બસ્તિ, હૃદય, ફેફસા, નાકનો મેલ, લાળ, પસીનો, લોહી, પિત્ત અને ચરબી વગેરે અશુચિમય પદાર્થો જ ભર્યા છે. આ શરીરનાં નવદ્વારોથી હંમેશાં ગંદકી નીકળતી રહે છે. જેમ કે નાકથી શ્લેષ્મ, મુખથી પિત્ત અને કફ તથા શરીરથી પરસેવો વગેરે નીકળે છે. આ રીતે આ શરીર અશુચિથી જ ઉત્પન્ન થયેલું અને અશુચિપૂર્ણ છે. આ દેહ, પાણીના પરપોટાની જેમ અધ્રુવ છે, વીજળીની ચમકની જેમ અશાશ્વત છે, ઘાસની અણી પર રહેલા જલબિન્દુની જેમ અનિત્ય છે.
દેહમાં જીવરૂપી પક્ષીનો અસ્થિરવાસ છે. અંતે તેને છોડ્યા વિના છૂટકો નથી. માટે આદર્શ ભિક્ષુ દેહવાસને અશાશ્વત અને અશુચિપૂર્ણ માનીને તેનું મમત્વ છોડી દે છે અને અંતે આજીવન અનશન દ્વારા તેનો પૂર્ણ ત્યાગ કરે છે.
fણદરિયા = સાધક દેહભાવ છોડીને આત્મભાવમાં સ્થિત થાય છે. આત્મભાવ શાશ્વત છે તેમજ સ્વભાવરૂપ છે, તેમાં જ આત્માનું હિત અને સુખ છે. તેથી સાધુ હંમેશાં પોતાના હિતરૂપ આત્મ- ભાવમાં જ સ્થિત થાય છે.
આ પ્રકારના આચરણથી તે જન્મ-મરણની પરંપરાનો અંત કરીને અંતિમ લક્ષ્ય-સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક આચાર પાલનનું અંતિમ લક્ષ્ય આ જ છે અને તે જ સાધનાની પૂર્ણતા છે, સફળતા છે.
-: પરમાર્થ:અઢાર પાપના સ્થાનનો પરિત્યાગ કરી, પ્રજ્યાનો પ્રવાસી બની, નિરવધે આજીવિકા મેળવવા ભ્રમરની જેમ ભ્રમણ કરી, કોઈને આંતરિક, માનસિક, શારીરિક પીડા પહોંચાડ્યા વિના, પૃથ્વી સમી