________________
અધ્ય.-૯, ઉદ્દે.-૪: વિનય સમાધિ
૪૪૫.
સંસારમાં થતી સમસ્ત અવસ્થાઓ સબસો = સર્વ પ્રકારથી વય = છોડી દે છે સાસણ = શાશ્વત સિદ્ધ = સિદ્ધ ઇવરુ = થાય છે અM૨૫ = અલ્પ કર્મજ રહેવાના કારણે મદgિs = મહર્તિક દેવે = દેવ હવ૬ = થાય છે.
ભાવાર્થ:- તે ચારે ય સમાધિના આરાધક જન્મ મરણના ચક્રથી સર્વથા મુક્ત થઈ જાય છે, અર્થાતુ આ લોક પરલોકની સર્વ નરકાદિ અવસ્થાઓને પૂર્ણતઃ છોડી દે છે. આ રીતે તે કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અને જો અલ્પ પૂર્વકર્મ શેષ રહી જાય તો મહાનઋદ્ધિશાળી ઉત્તમ કોટિનો દેવ બને છે.
વિવેચન :
આ બે ગાથાઓમાં ચારે ય સમાધિનો ઉપસંહાર કરતાં તે ચાર સમાધિથી સમૃદ્ધ મહાત્માની સગતિ રૂપ અનંતર અને પરંપર ફળનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
છઠ્ઠી ગાથામાં સાધકની યોગ્યતા માટે ત્રણ ગુણ વાચક ત્રણ શબ્દોનો પ્રયોગ છે– (૧) ચારે ય સમાધિને જાણનાર (૨) તેનું પૂર્ણ વિશુદ્ધ પાલન કરનાર (૩) સુસમાધિવત આત્મા અર્થાત્ સૂત્રોક્ત સમાધિઓથી આત્માને પૂર્ણ સમાધિસ્થ કરનાર. આ ત્રણ ગુણ સંપન્ન સાધકને જે ઉપલબ્ધિ થાય તે આ પ્રમાણે છે.- (૧) તે વિપુલ હિતકર, સુખકર અને ક્ષેમકર મોક્ષપદ પ્રાપ્ત કરે છે. (૨) જન્મ-મરણથી મુક્ત થાય છે. (૩) આ સંસારની સર્વ આપદાઓથી, નરકાદિ અવસ્થાઓથી સર્વથા છૂટી જાય છે. (૪) શાશ્વત સિદ્ધ થાય છે. (૫) અલ્પકર્મ શેષ રહે તો મહર્તિક દેવ બને છે.
ભંથ :- રહ્યું. આ સંસારમાં થતી જીવની સમસ્ત અવસ્થાઓને. સદ્ગત વય = પૂર્ણતઃ છોડી દે છે. સંસ્કૃત અગ્રસ્થ શબ્દના પ્રાકૃત ભાષામાં બે રૂપ થાય છે.–ફલ્થલ્ય અને લ્યુથ. આ બંનેના અર્થ સમાન છે.
-: પરમાર્થ :માનકષાયથી મુક્ત થવાનો જબરદસ્ત ઇલાજ છે વિનય અને તેનું પરિણામ છે સમાધિ. વિનય વડીલો પ્રત્યે અને રત્નાધિક મહાપુરુષો પ્રત્યે સમર્પણ ભાવે કરાય છે.
વિનય કરવાથી પાત્રતા પ્રાપ્ત થાય છે. પાત્રતા પ્રગટ થયા પછી રત્નાધિકોની કૃપાપૂર્વકની વાત્સલ્ય વર્ષા થતાં વ્યાકુળતાનો વિનાશ થાય છે અને તેથી વિનય સમાધિ પ્રગટે છે, બોધી બીજ અંકુરિત થાય છે, જિજ્ઞાસાના, મુમુક્ષુતાના મૂળ દઢ બને છે. શ્રદ્ધાપૂર્વક શ્રુતજ્ઞાન ભિક્ષાની યાચના કરતાં સદ્ગુરુની ઉપદેશરૂપ દેશના લબ્ધિ પ્રગટ થાય છે, ચિત્ત સ્થિર થઈ જાય છે, એકાગ્રતાની વૃદ્ધિ થાય છે, વિચારોની વિદ્ધિ થતાં શ્રુત સમાધિ પ્રગટે છે. તે દેશના લબ્ધિના ઉપાયનો ઉપયોગ સ્વરૂપમાં ઢળે છે ત્યારે સ્વછંદતાનો નાશ કરી, શિષ્ય વિનયની પરાકાષ્ટાએ પહોંચી, સંપૂર્ણ સમર્પિતભાવે સગુરુમય બની જાય છે. ઇચ્છા માત્ર રોકાઈ જવાથી શિષ્યને તપસમાધિ પ્રગટે છે. તે જ તપસમાધિ દ્વારા આ લોક, પરલોકની વાસનાના બંધન તૂટી જાય છે. કીર્તિની કામના, પ્રસિદ્ધિની નામના છૂટી જતાં નિરંજન, નિરાકાર થવાનો શુદ્ધ આચાર