________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
આચારમાં બિથ્થ = સદૈવ અય્યાનેં = પોતાના આત્માને અભિરામયંતિ – રમણ કરાવે છે તે પંકિયા - સાચા પંડિત છે.
૪૩ર
ભાવાર્થ:- હૈ આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે આ જૈન શાસનમાં તે સ્થવિર ભગવંતોએ વિનય સમાધિનાં ચાર સ્થાનો નિરૂપ્યા છે.
પ્રશ્ન- તે સ્થવિર ભગવંતોએ કયા ચાર સ્થાનો વર્ણવ્યાં છે ?
ઉત્તર– તે સ્થવિર ભગવંતોએ ચાર વિનય સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) વિનય સમાધિ (૨) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ.
ગાથાર્થ– જિતેન્દ્રિય અને પડિંત શ્રમણ હંમેશાં પોતાના આત્માને વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર સમાધિમાં તન્મય કરે છે, તલ્લીન કરે છે.
વિવેચન :
આ સૂત્ર અને ગાથામાં વિષયનો પ્રારંભ કરતાં વિનય સમાધિના અર્થાત્ સંયમ આરાધનાના મુખ્ય ચાર કેન્દ્રબિંદુ દર્શાવ્યા છે. જેમ કે– (૧) વિનય (ર) શ્રુત (૩) તપ અને (૪) આચાર, વિનય :- આ શબ્દનો શાબ્દિક અને પ્રચલિત અર્થ છે— ગુરુ કે વડીલ પ્રત્યે નમ્રતાના ભાવ યુક્ત વ્યવહાર. તેમાં તેઓને વંદન, નમસ્કાર કરવા, આદર આપવો, સન્માન કરવું તેમજ તેઓની આજ્ઞા, ઇચ્છા પ્રમાણે કાર્ય કરવું વગેરે વિનયના ક્રિયાન્વિત રૂપ છે.
પ્રસ્તુત પ્રસંગમાં વિનય શબ્દ સાથે સમાધિસ્થાન રાબ્દનો સંયોગ થયો છે અને શાસ્ત્રકારે તેના ચાર પ્રકાર દર્શાવ્યા છે તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે– વિશેષેપ નયતિ મોક્ષ પ્રતિ કૃતિ વિનયઃ = વિશેષ રીતે, તીવ્ર ગતિએ જે શાશ્વત સમાધિ સ્થાન રૂપ મોક્ષ તરફ સાધકને લઈ જાય તેવા સંયમ અને સંયમની સર્વ પ્રવૃત્તિને વિનય કહેવાય છે.
પ્રસ્તુત અધ્યયનની જેમ ઉત્તરાધ્યયન સૂત્રના વિનયશ્રુત નામના પ્રથમ અધ્યયનમાં પણ વિનય શબ્દ સામાન્ય અને વિશેષ બંને અર્થમાં પ્રયુક્ત થયો છે. અર્થાત્ તે અધ્યયનનું નામ વિનય શ્રુત હોવા છતાં તેમાં સંયમાચારના અનેક વિષયોને વિનય સાથે આવરી લેવામા આવ્યા છે.
સમાહિ વાળા:- સમાધિ શબ્દના અનેક પ્રકારે અર્થ થાય છે.– (૧) સમાધિ એટલે આત્માનું હિત, સુખ । અને સ્વાસ્થ્ય. વિનય, શ્રુત, તપ અને આચાર દ્વારા આત્માનું હિત થાય છે, આત્મા જન્મ-મરણના રોગથી મુક્ત થઈને સ્વસ્થ અને સુખી થાય છે, તેથી તે સમાધિરૂપ છે. (૨) સમાધિ એટલે સમારોપણ, ગુણોનું સમાધાન–સ્થિરિકરણ, ગુણ સ્થાપન. વિનય, શ્રુત આદિના સમારોપણથી આત્મગુણોનું સ્થાપન અથવા સ્થિરિકરણ થાય છે, તેથી તે સમાધિરૂપ છે. (૩) મનનું એકાગ્રતાપૂર્વક સમ્યક્ પ્રકારે સ્થિત થઈ જવું તે સમાધિ છે. (૪) આત્માની સ્વરૂપમાં સ્થિરતા તે સમાધિ છે.
પ્રસ્તુતમાં સમાધિનો અર્થ છે– સંયમ આદિની સમ્યક્ આરાધના, સંયમ આદિની સફળતા, સંઘમ આદિની શુદ્ધિ, સ્વસ્થતા.