________________
અધ્ય.-૯, ઉદ્દે.-૩ઃ વિનય સમાધિ
[ ૪૨૭ ]
તિરસ્કાર અપમાનનો નિષેધ કર્યો છે તથા ખાસ કરીને ગુસ્સો, ઘમંડ છોડવાની સાધુ માટે પ્રબલ પ્રેરણા છે. આ રીતે ત્રણ ગાથામાં કથિત વિભિન્ન ગુણોને ધારણ કરનાર અને તેના પ્રતિપક્ષી અવગુણોને છોડનાર શ્રમણ આદર્શ મહાન આત્મા થઈને જગપૂજ્ય થઈ જાય છે. અનg:- આહાર, વસ્ત્ર આદિ કોઈપણ વસ્તુમાં લુબ્ધ ન થનાર અને સ્વશરીરમાં પણ પ્રતિબદ્ધ ન રહેનાર.
અav - યંત્ર, મંત્ર, તંત્ર આદિ ચમત્કારિક પ્રયોગ ન કરનાર અને હાથ ચાલાકીની વિદ્યાઓ એટલે જાદુ, મંત્ર વગેરેનો પ્રયોગ નહીં કરનાર.
અલવિરા -દીનવૃત્તિ ન કરનાર. દીનવૃત્તિના બે અર્થ છે– (૧) અનિષ્ટસંયોગ અને ઈષ્ટ વિયોગ થવાથી દીન થવું. (૨) દીનભાવથી ગળગળા થઈ યાચના કરવી. નો માવા નો નિ ય માવિયખા - આ વાક્યના ત્રણ પ્રકારે અર્થ થાય છે–(૧) ભાવ ધાતુનો અર્થ વાસિત કરવું, ચિંતન કરવું, પર્યાલોચન કરવું. નો માવા = તેનો શાબ્દિક અર્થ છે કે બીજાને અકુશળ ભાવોથી ભાવિત, વાસિત ન કરવું અને પોતે પણ ભાવિત ન થવું. (૨) બીજા પાસે પ્રશંસા કરાવે નહીં અને પોતે પણ પોતાની પ્રશંસા કરે નહીં. (૩) બીજાને ડરાવે નહીં અને પોતે બીજાથી ડરે નહીં. નવો દત્તે – કુતૂહલના ત્રણ અર્થ છે.- (૧) ઉત્સુકતા કરવી, આશ્ચર્ય મગ્નતા (૨) હાંસી મજાક, ખેલ –તમાશા બતાવવા (૩) કોઈ આશ્ચર્યજનક વસ્તુ કે વ્યક્તિને જોવાની ઉત્કૃષ્ટ ઈચ્છા; આવી કુતૂહલવૃત્તિથી જે રહિત હોય તે અકુતૂહલી છે. વિવાણિયા અMINUM :- અણુ અપ્પા = આત્માને આત્માથી જાણીને. આ પદનો અર્થ છે સ્વદોષ દર્શન, આત્મનિરીક્ષણ. પ્રત્યેક છદ્મસ્થ વ્યક્તિમાં ગુણ દોષો હોય છે. સાધક પોતાના ગુણ દોષોને નજર સમક્ષ રાખી, ગુણી અવગુણી જગજીવો પ્રતિ સમભાવ રાખવાનું લક્ષ્ય રાખે. આ રીતે અભ્યાસ કરતાં સાધક રાગ-દ્વેષના પ્રસંગો કે નિમિત્તોમાં સદા સમભાવ રાખે. નો રીના નો વિ ય
વિજ્ઞા :- હીંતર = બીજાને તેના દુશ્ચારિત્રનું સ્મરણ કરાવીને લજ્જા પમાડવી કે નિંદા કરવી.હિસન્ગ = ઈર્ષાવશ થઈ બીજાને ખરાબ વચન કહી દુઃખી કરવા, વારંવાર લજ્જિત કરવા કે કઠોર વચન કહેવા. મુનિ જગજીવોમાંથી નાના-મોટા, ગૃહસ્થ કે સાધુ કોઈપણ જીવની ક્રોધ કે અભિમાનથી નિંદા, અવહેલના કે તિરસ્કાર કરે નહીં પરંતુ તે સર્વ પ્રત્યે સમભાવને ધારણ કરે.
ગુરુ ચરણોપાસકની પૂજનીયતા -
जे माणिया सययं माणयंति, जत्तेण कण्णं व णिवेसयंति । ते माणए माणरिहे तवस्सी, जिइंदिए सच्चरए स पुज्जो ॥
१३