________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
લોખંડના તીક્ષ્ણ બાણ કાયાને વીંધી નાંખે છે. તેને શરીરમાંથી કાઢવા સહેલા છે. તેની પીડા સીમિત સમય સુધી જ રહે છે. જ્યારે વચનરૂપી બાણ હૃદયને વીંધી નાંખે છે. તેને અંતરમાંથી કાઢવા અત્યંત કઠિન છે. તેની વૈર પરંપરા દીર્ઘકાલ સુધી રહે છે.
પરંતુ જે સાધક પોતાની સમજણથી વચનરૂપી બાણને સમભાવથી સહન કરે છે. તે પૂજનીય
બને છે.
સમાવયંતા વયળાભિષાયા... :- આ ગાથામાં વચનરૂપી બાણના પ્રહારને સહન કરવા માટે પ્રેરક બનતી વિધેયાત્મક વિચાર ધારાનું કથન છે.
૪૨૪
કોઈપણ પરિસ્થિતિને પ્રતિકાર કર્યા વિના સહન કરવી, સમભાવમાં સ્થિર થવું "તે મારો આત્મધર્મ છે, મારો સંયમ ધર્મ છે.” તેવી વિચારણથી જે પોતાના ચિત્તને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે તે પૂજનીય બને છે. જે સમભાવપૂર્વક સહન કરે છે તે કાયર નથી પરંતુ શૂરવીર છે. તેથી જ સૂત્રકારે તેના માટે પરમપૂરે પરમશૂર શબ્દનો પ્રયોગ કર્યો છે. લૌકિક ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરવા કરતાં આધ્યાત્મિક ક્ષેત્રે આક્રોશ પરીષહને જીતવો અતિ શ્રેષ્ઠ છે, તેથી જ તે પરમ શૂરવીર કહેવાય છે.
વેરાળુબંધિળી :- અનુબંધ–સાતત્ય, નિરન્તરતા. કટુવચનથી વેરની પરંપરા વધે છે તેથી તેને વેરાનુંબંધી
કહે છે.
=
પરમાસૂરે :– સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારના શૂરવીરનું કથન છે. યુદ્ધશૂર, તપશૂર, દાનશૂર અને ધર્મશૂર. તેમાં જે ધર્મશૂર છે તે ધર્મની શ્રદ્ધાથી કષ્ટને સહન કરે છે, તેને અહીં પરમાગ્ર શૂર કહ્યા છે. તાત્પર્ય એ છે કે જે પરમ એટલે મોક્ષરૂપી લક્ષ્યની સિદ્ધિમાં શૂરવીર છે, તે પરમાગ્ર શૂર કહેવાય છે.
વચન વિવેકીની પૂજ્યનીયતા
:
अवण्णायं च परम्मुहस्स, पच्चक्खओ पडिणीयं च भासं । ओहारिणि अप्पियकारिणि च, भासं ण भासिज्ज सया स पुज्जो ॥
છાયાનુવાદ : અવર્ણવાનું ન પાડ્યુલસ્ય, પ્રત્યક્ષતઃ પ્રત્યેનીજાં ચ ભાષામ્ । अवधारिणीमप्रियकारिणीं च, भाषां न भाषेत सदा स पूज्यः ॥
શબ્દાર્થ :- સયા = સદાકાળ પરમ્મુહK = પીઠ પાછળ પત્ત્તવવો = સામે—પ્રત્યક્ષ અવળવાય = અવર્ણવાદ, નિંદા કિળીય વિરોધકારી ભાણું = ભાષાને ઓરિિ નિશ્ચયકારિણી અપ્પયનિિહૈં = અપ્રિયકારિણી ॥ માસિન્ન = બોલે નહિ.
ભાવાર્થ:- જે સાધુ કોઈપણ મનુષ્યની પીઠ પાછળ તેના અવર્ણવાદ બોલે નહીં, પ્રત્યક્ષમાં વૈર વિરોધ
=