________________
અધ્ય.-૯, ઉદ્દે-૩:વિનય સમાધિ
| ૪૨૧]
संथारसिज्जासणभत्तपाणे अप्पिच्छया अइलाभे वि संते ।
जो एवमप्पाणभितोसएज्जा, संतोसपाहण्णरए स पुज्जो ॥ છાયાનુવાદ: સંતરરાવ્યસનમસ્તપીને, અલ્પેછતાંતિના ખેડપિ સતિ |
य एवमात्मानमभितोषयेत्, सन्तोषप्राधान्यरतः स पूज्यः ॥ શબ્દાર્થ – અનામે = અતિલોભ તે વિ = થાય તો પણ સંથારસિMાસમત્તપા = સંસ્તારક, શય્યા ભક્ત અને પાણીના વિષયમાં પ્રથા = અલ્પ ઇચ્છા રાખનારા અપ્પા = પોતાના આત્માને તોરણMા = સદા સંતુષ્ટ રાખે છે તો પાછળ૨૫ = મુખ્યતયા સંતોષમાં રત, સંતોષ પ્રાધાન્ય પ્રકૃતિથી સંયમમાં લીન. ભાવાર્થ - જે મુનિ શય્યા, સંસ્તારક, આસન, ભોજન, પાણી વગેરેનો અતિ લાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઈચ્છા રાખે છે; આ રીતે જે દરેક વિષયમાં પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે; સંતોષ બહુલ પ્રકૃતિથી સંયમમાં લીન રહે છે, તે પૂજ્ય થાય છે.
વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં શુદ્ધ ગવેષણા અને સંતોષ વૃત્તિ રાખનાર સાધુની પૂજનીયતાનું નિરૂપણ છે. અપાય છે વર વિરુદ્ધ.. - ગળાવ શબ્દમાં ભિક્ષાના બે ગુણ સમાવિષ્ટ છે.– (૧) અજ્ઞાત ભિક્ષા (૨) અનેક ઘરોની ભિક્ષા. અજ્ઞાત ભિક્ષાનું તાત્પર્ય છે કે જે ઘરોમાં ભિક્ષુના ગોચરી માટે પ્રવેશ કર્યા પહેલાં તેને માટે કોઈ પ્રકારની પૂર્વ તૈયારી કરેલી ન હોય તેમજ ભિક્ષુના આવવાની જાણકારી પણ ન હોય; તેવા ઘરોમાં ગોચરી કરવી, તે અજ્ઞાત ભિક્ષા કહેવાય છે. સંક્ષિપ્તમાં પૂર્વ તૈયારી વગરના ઘર અજ્ઞાત કહેવાય છે. ૩૪ પદનું તાત્પર્ય એ છે કે અનેક ઘરોથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવી. આ રીતે પ્રથમ ચરણનો અર્થ થાય છે કે પૂર્વ તૈયારી વગરના અનેક ઘરોથી ૪ર દોષ રહિત વિશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણ. વિશુદ્ધ:- ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના દોષોથી રહિત પ્રાપ્ત થયેલી ભિક્ષા, વિશુદ્ધ ભિક્ષા કહેવાય છે. ભિક્ષાના તે દોષોનું વિવરણ પરિશિષ્ટમાં જુઓ. સંતોસપીewારણ સ પુષ્પો – જે મુનિ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંસ્તારક આદિ પ્રત્યેક વિષયમાં અલ્પ ઇચ્છાવાળા હોય અથવા પ્રાપ્ત થયેલા પદાર્થોમાં અનાસક્ત હોય, સંતુષ્ટ હોય તે પૂજનીય બને છે.
અલ્પ ઇચ્છા અથવા અલ્પ આવશ્યક્તા તે વૈરાગ્યનું પ્રથમ લક્ષણ છે. ત્યાગ વિના વૈરાગ્યનો આનંદ અનુભવી શકાતો નથી. વૈરાગી આત્મા ક્રમશઃ પોતાની જરૂરિયાતોને ઘટાડે છે. રાગી વ્યક્તિને