________________
૩૯૮
શ્રી દશવૈકાલિક સૂત્ર
એટલે મોક્ષ. તેના ઇચ્છુક એટલે મોક્ષાભિલાષી.
आराहए, तोसइ :– આચાર્યની ઉપાસના સૂચક આ બે ક્રિયાપદો છે–(૧) આTTÇ = આચાર્યની સમસ્ત આજ્ઞાઓનું યથાર્થ પાલન કરે (૨) તોસદ્ = વિનય સેવા ભક્તિ શુશ્રુષા પૂર્વકના વ્યવહારથી આચાર્યને સંતુષ્ટ કરે.
આ સોળમી ગાથામાં આચાર્યની આરાધના કરનાર શિષ્ય માટે પણ બે શબ્દોનો પ્રયોગ છે– (૧) સંપવિતાને અનુત્તરાË = શ્રેષ્ઠ ગુણોને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો, અનુત્તર એવા મોક્ષ સુખનો અભિલાષી. (૨) ધમ્માની = ધર્માર્થી. ધર્માભિલાષી, ધર્મની આરાધના કરનાર.
સુજ્વાળ મેહાવિ... :– પ્રથમ ઉદ્દેશકની આ અંતિમ ગાથા છે. તેમાં વિષયનો પૂર્ણરૂપે ઉપસંહાર —સમાપન કરવામાં આવ્યું છે. ગાથાનો ભાવ સરલ અને સુગમ છે. પૂર્વાર્ધમાં શિક્ષા આદેશ વચન છે અને ઉત્તરાર્ધમાં તે ગુણોની આરાધનાનું અંતિમ ફળ સિદ્ધિનું બતાવ્યું છે. (1) મેહવિ– બુદ્ધિમાન. જે પોતાના હિતાહિતને ઉપાસના અને આશાતનાના ભાવોને જાણે છે તે મેધાવી કહેવાય છે. (૨) અબમત્તો અપ્રમત્તભાવે. આ શબ્દ આરાધનાના સાતત્યને સૂચિત કરે છે. અખંડભાવે લક્ષ્યસિદ્ધિ પર્યંત ગુરુની ઉપાસના તેને સફળ બનાવે છે અર્થાત્ અપ્રમત્તભાવ ક્રિયાને શીઘ્ર સફળ બનાવે છે.
॥ પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ ॥
=
:
આરાહફ્તાન મુખે મળેને – મોક્ષ પ્રાપ્તિ કોઈ એક ગુણની આરાધનાથી થતી નથી પરંતુ અનેકાનેક ગુણોની અર્થાત્ સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યગ્ ચારિત્ર, તપ, વિનય, અનાશાતના, બ્રહ્મચર્ય સમાધિ, બુદ્ધિમત્તા, વિવેક વગેરેની આરાધનાઓથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ઉત્તરા. અ. ૧૯માં કહ્યું છે કે- મુળાળ તુ સહસ્સારૂં = હજારો ગુણ ભિક્ષુને ધારણ કરવાના હોય છે.