________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
વચ્ચે સિંહાસન પર સ્થિત ઇન્દ્ર સુશોભિત લાગે છે તેમ મનુષ્ય લોકમાં નાના મોટા સર્વ સાધુઓની વચ્ચે પાટ ઉપર બિરાજમાન સંઘનાયક આચાર્ય સુશોભિત લાગે છે.
૩૯૬
--
(3) जहा ससी कोमुइजोगजुत्तो કૌમુદીયુક્ત શરદપૂર્ણિમાની વિમલ રાત્રિમાં વાદળાઓ રહિત નિર્મલ આકાશમાં નક્ષત્ર અને તારાગણથી ઘેરાયેલો ચંદ્ર શોભે છે. તે પોતાના અતિશુભ કિરણો વડે અંધકારથી આચ્છાદિત વસ્તુઓને પ્રકાશિત કરે છે, દર્શકોના ચિત્તને આવ્લાદિત કરે છે. તેવી જ રીતે ગણાધિપતિ આચાર્ય પણ સાધુઓની વચ્ચે બિરાજમાન થઈ દર્શકોના ચિત્તને આટ્લાદિત કરે છે, તેમજ વિશુદ્ધ શ્રુતજ્ઞાન દ્વારા ગૂઢ ભાવોને પ્રકાશિત કરે છે.
પ્રસ્તુત ઉપમાઓ એકદેશીય છે. આચાર્ય તો તેનાથી અનેક ગુણ અધિક, વિશિષ્ટ હોય છે. કારણ કે સૂર્યમાં અને ચંદ્રમાં પોતપોતાના પૌદ્ગલિક ગુણ હોય છે, જ્યારે એક આચાર્યમાં અનેક ઉપમાઓ દ્વારા સૂચિત અનેક આધ્યાત્મિક ગુણો હોય છે.
સૂર્યમાં ભીમ–પ્રચંડતા છે અને ચંદ્રમાં કાન્ત-સૌમ્યતા અને શીતળતા છે. જ્યારે આચાર્યોમાં ભીમ અને કાન્ત બન્ને ગુણો હોય છે. તેઓ ભીમગુણ = કઠોર અનુશાસનથી ભવ્ય પ્રાણીઓને અસંયમથી, દુરાચારથી બચાવે છે. કાન્તગુણ = તેઓ સંસારથી સંત્રસ્ત અને સંતપ્ત જીવોને સન્માર્ગે દોરી જાય છે; વિષયકષાયનું સમાર્જન કરી અને વિષય કષાયરૂપ સંસાર દાવાનલથી સદા–સદાને માટે ઉગારી લે છે. તેવા ઉપકારી આચાર્યો પ્રતિ શિષ્યોને પૂજ્ય ભાવ અને સમર્પણ ભાવ હોય તે સહજ છે. તેવા ભાવો શિષ્યને સ્વયંના કલ્યાણ માટે જ ઉપયોગી થાય છે.
ગુરુ ઉપાસના અને તેનું સુફળ :
१६
महागरा आयरिया महेसी, समाहिजोगे सुयसीलबुद्धिए । संपाविउ कामे अणुत्तराई, आराहए तोसइ धम्मकामी ॥ છાયાનુવાદ : મહારાન્ આચાર્યાન્ મહર્ષિળ:, સમાધિયોાસ્ય શ્રુતશીતવુાઃ । सम्प्राप्तुकामोऽनुत्तराणि, आराधयेत् तोषयेद्धर्मकामी ॥
= પ્રાપ્ત
શબ્દાર્થ:- અનુત્તરાર્ફ = સર્વોત્કૃષ્ટ જ્ઞાનાદિ રત્નોને, અનુત્તર સુખોને સંપવિડામે કરવાની ઇચ્છાવાળા ધમ્મામી = ધર્માભિલાષી મુનિ મહTTT = જ્ઞાનાદિ રત્નોની ખાણ, ગુણોની ખાણ સમાધિનોને સુયલીતબુદ્ધિમ્ = સમાધિયોગ, શ્રુત, શીલ અને બુદ્ધિથી યુક્ત મહેલી - મહર્ષિ આયરિયા = આચાર્યોની આTEE = આરાધના કરે તથા તોસફ = વિનયાદિથી પ્રસન્ન કરે. ભાવાર્થ:· અનુત્તર મોક્ષ સુખોને પ્રાપ્ત કરવાના ઇચ્છુક ધર્માભિલાષી મુનિ, સમાધિ યોગ, શ્રુતજ્ઞાન, શીલાચાર અને બુદ્ધિ આદિ ગુણોની ખાણ સમાન મહર્ષિ આચાર્ય ભગવંતની(આજ્ઞાનું) પાલન કરે અને પોતાના વ્યવહારથી તેઓને પૂર્ણ સંતુષ્ટ કરે.