________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
કથાઓ. તે સ્ત્રી સંબંધી હોય અથવા અન્ય ભત્ત, દેશ આદિ સંબંધી હોય. (૩) મૈથુન સંબંધી કથા.
વિકથાઓમાં સાધકનો અમૂલ્ય સંયમ સમય નષ્ટ થાય છે. વિકથાનો શોખીન સાધક પોતાની સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે, જ્ઞાનાદિની ઉપલબ્ધિથી વંચિત રહી જાય છે. તેમજ કેટલાય સંકલેશ અને અનર્થદંડનો ભોગ બને છે.
૩૬૨
સન્નાયમ્મિ રથો સયા :– સ્વાધ્યાયના બે અર્થ છે.– (૧) વિધિપૂર્વક આધ્યાત્મિક આગમ ગ્રંથોનું અધ્યયન કરવું. તેના પાંચ પ્રકાર છે.- (૧) વાચના- શાસ્ત્ર વાંચન કરવું, કરાવવું. (૨) પૃચ્છના– વાંચેલા વિષયો અંગે શંકા કે જિજ્ઞાસા થાય તો ગુરુદેવને પ્રશ્નો પૂછીને સમાધાન મેળવવું (૩) પરિવર્તના– કંઠસ્થ કરેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા– શાસ્ત્રના ભાવોનું ચિંતન કરવું. (૫) ધર્મકથા— શ્રુત આદિ ધર્મની વ્યાખ્યા કરવી અથવા મહાપુરુષોના જીવન સંબંધી કથા કરવી. (૨) સ્વ+અધ્યાય શાસ્ત્રો તેમજ પુસ્તકોના માધ્યમથી પોતાના જીવનનું અધ્યયન કરવું. સાધુએ સદૈવ સ્વાધ્યાય તપમાં લીન રહેવું જોઈએ. તેનાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તથા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમજ તેનાથી સાધકનો સમય સમાધિપૂર્વક પસાર થાય છે, ધર્મ પાલનમાં દઢતા આવે છે.
સમમ્મિ :- શ્રમણધર્મના બે પ્રકારે અર્થ સમજવા– (૧) ક્ષમા, નમ્રતા, સરળતા નિર્લોભતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય, આ દશ પ્રકારના સાધુ ધર્મ છે. મુનિએ તેની આરાધનામાં નિરંતર લીન રહેવું જોઈએ (ર) પ્રતિલેખન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય ધ્યાન, અનુપ્રેક્ષા અને વિનય, સેવા વગેરે સાધુચર્યાના સમસ્ત કાર્યો શ્રમણ ધર્મ કહેવાય છે. તેમાં મુનિએ સદા અપ્રમત્ત ભાવે તલ્લીન રહેવું જોઈએ. સાધુએ અનુપ્રેક્ષામાં મનને, સ્વાધ્યાયમાં વચનને અને પ્રતિલેખન આદિ ક્રિયામાં કાયાને સંલગ્ન કરી દેવા જોઈએ. તથા ભંગ પ્રધાન + શ્રુતશાસ્ત્રમાં ત્રણે યોગોને નિયુક્ત કરવા જોઈએ. શાસ્ત્રોનું મનથી ચિંતન, વચનથી ઉચ્ચારણ અને કાયાથી આસન સ્થિરતા, લેખન આદિ પ્રવૃત્તિ કરવામાં ત્રણે યોગની શુભ પ્રવૃત્તિ થાય છે. શ્રમણધર્મની આરાધના તે જ પ્રમાદ ત્યાગનો અમોઘ ઉપાય છે.
जुत्तो य समणधम्मम्मि :- શ્રમણધર્મની સમસ્ત આરાધનાઓમાં જોડાયેલ શ્રમણ આ પ્રકારના અર્થ— પરમાર્થને પામે છે– (૧) અવું અનુત્તર = અનુત્તર અર્થને (૨) સર્વશ્રેષ્ઠ પુરુષાર્થને (૩) મોક્ષના સાધક જ્ઞાનાદિને (૪) પ્રયોજન સિદ્ધિરૂપ મોક્ષને સTF = પ્રાપ્ત કરે છે.
બહુશ્રુત ઉપાસના અને કાયિક વિવેક :
૪૪
इह लोगपारत्तहियं, जेणं गच्छइ सोग्गइं । बहुस्सुयं पज्जुवासेज्जा, पुच्छिज्जत्थविणिच्छयं ॥
છાયાનુવાદ હતો-પરહિત, યેન પતિ સુતિમ્ । बहुश्रुतं पर्युपासीत, पृच्छेदर्थविनिश्चयम् ॥