________________
અધ્ય.−૮ : આચાર પ્રણિધિ
છાયાનુવાદ : ના યાવત્ર પીકતિ, આધિ-વત્ર વર્ષાંતે 1 यावदिन्द्रियाणि न हीयन्ते तावद्धमं समाचरेत् ॥
"
૩૫૩
શબ્દાર્થ:- નાવ = જ્યાં સુધી ના = વૃદ્ધાવસ્થા ૫ પીડેફ્ = પીડિત કરતી નથી વા↑ = શરીરમાં વ્યાધિ ળ વકૂફે “ વધતી નથી વિયા - ઇન્દ્રિયો ન હોયંતિ - હીન થઈ નથી તાવ – ત્યાં સુધીમાં ધમ્મ - ધર્મનું સમાયરે - આચરણ કરી લેવું.
ભાવાર્થ:- જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, રોગનો ઉપદ્રવ થયો નથી, ઇન્દ્રિયો તથા અંગોપાંગ ક્ષીણ થયા નથી ત્યાં સુધી દરેક આત્માએ અવશ્ય ધર્મનું આચરણ કરી લેવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાધકોને સાધના માટે વિવિધ પ્રેરણાઓ આપી છે.
અપ્રુવ નીષિય ખન્ના :- આત્મ કલ્યાણ માટે જીવે માનવ જીવનની અનિત્યતા અને પોતાના આયુષ્યની અલ્પતા જાળવી આવશ્યક છે. અનાદિકાળના ભવભ્રમણમાં મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્ત મ કુળ, ઉચ્ચધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેમજ નારક, દૈવાદિ ભવોની અપેક્ષાએ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે તથા તે અનેક પ્રકારની બાધાઓથી યુક્ત છે; તેમાં પણ ભોગમય જીવન સંસાર ભ્રમણ કરાવે અને જોગમય જીવન મોક્ષમાર્ગ આત્મ કલ્યાણ સધાવે; તેવું જાણીને સાધક ભોગથી પાછા ફરીને ત્યાગ માર્ગમાં પોતાની શક્તિનો(પરાક્રમનો) પ્રયોગ કરે. આત્મ વિશુદ્ધિનો આ ઉત્તમ માર્ગ છે.
વણું થામ ૨ પેઠાણુ :- વસ્તું = બાળક, યુવાન, વૃદ્ધ, સબલ, નિર્બલ, કુશ, પુષ્ટ આદિ શારીરિક યોગ્યતાના વિકલ્પોથી બળનો નિર્ણય થાય છે. ધનં - સ્વૈર્ય, માનસિક દઢતા. શારીરિક ક્ષમતાની અનુકૂળતા હોય કે ન પણ હોય પરંતુ જ્યારે માનસિક દઢતા અપરંપાર થઈ જાય, ત્યારે વ્યક્તિ અશક્ય કે અસંભવ લાગતા કાર્યો પણ કરી શકે છે. વૈરાગ્યની તીવ્રતા કે કષાયની તીવ્રતામાં આવી સ્થિતિ જોઈ શકાય છે. સાઁ = શરીરની ક્ષમતા, શારીરિક દઢતા. પ્રત્યેક વ્યક્તિની શારીરિક ક્ષમતા યોગ્યતા જુદી જુદી હોય છે. કોઈ વ્યક્તિનું શરીર કૃશ નિર્બળ દેખાતું હોય તો પણ તેનું શરીર તપ સંયમને યોગ્ય હોઈ શકે છે; તે વરસીતપ કે માસખમણ પણ કરી શકે છે. જ્યારે હષ્ટ-પુષ્ટ શરીરના દેખાવવાળી વ્યક્તિ એક પોરસી કે ઉપાવાસ પણ કરી શકે નહીં. આ શરીરની ક્ષમતા થૈર્ય સા= શ્રદ્ધા કહેવાય છે. આ રીતે સમાનાર્થક લાગતા આ ત્રણે શબ્દોના જુદા જુદા તાત્પર્યાર્થ સમજવામાં આવી શકે તેમ છે, માટે અહીં ત્રણે શબ્દોનો પ્રયોગ સહેતુક છે.
સાધક પોતાની માનસિક, શારીરિક શક્તિને જોઈને કાર્ય કરે. કારણ કે જેમ સિંહણનું દૂધ સુવર્ણપાત્રમાં જ ટકી શકે છે તેમ ઉત્તમ વસ્તુને સ્થિર થવા શ્રેષ્ઠ પાત્રની આવશ્યક્તા હોય છે. સંયમી જીવનના વિવિધ અનુષ્ઠાનો પણ ઉત્તમોત્તમ છે. તે અનુષ્ઠાનોને યોગ્ય વ્યક્તિ ધારણ કરે તો જ તે ટકી શકે છે. પાત્રતા વિના સ્વીકારેલા અનુષ્ઠાનો સફળ થતા નથી. તેથી સૂત્રકારે આ ગાથામાં પોતાની પાત્રતાનો વિચાર કરવાનું સૂચન કર્યું છે.