________________
| ૩૩૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર |
ભાવાર્થ – સંયમી પુરુષ પ્રાસુક(જીવ રહિત) ભૂમિનું પ્રતિલેખન કરીને તેમાં મળ, મૂત્ર, કફ, નાકની લીંટ અને શરીરનો મેલ વગેરે પદાર્થોને પરઠે, ત્યાગ કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાધુની ચોથી, પાંચમી સમિતિના અનુપાલનની સૂચના છે. પત્તેિહિના:- પ્રતિલેખન(પલેવણ) કરવું, જોવું. સાધુના વસ્ત્ર, પાત્ર, સ્થાનાદિને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, જીવ રક્ષાના દષ્ટિકોણથી જોવા, તપાસવા તેને પ્રતિલેખન કહે છે. મુનિ સર્વ ઉપકરણોનું તથા સ્થાનનું દિવસમાં બે વાર પ્રતિલેખન(પલવણ) કરે અને જીવોનો ઉપદ્રવ અધિક હોય તો આવશ્યક્તા અનુસાર વારંવાર પ્રતિલેખન કરે. પરિવારેશ્વઃ - પરઠવું. શરીરના અશુચિમય પદાર્થોનો તેમજ અનુપયોગી વસ્ત્ર, પાત્ર આદિનો વિધિપૂર્વક નિર્દોષ ભૂમિમાં ત્યાગ કરવો, છોડવો, તેને પરિષ્ઠાપન કિયા કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પરઠવાની ભૂમિની યોગ્યતા માટે દશ બોલ આપ્યા છે. સાધુ તેવી નિર્દોષ ભૂમિમાં સંયમ મર્યાદા અનુસાર, શાસનની લઘુતા ન થાય તે રીતે વિવેકપૂર્વક પરઠે.
મુનિ જ્યાં સુધી પોતાનું સામર્થ્ય હોય ત્યાં સુધી સ્વયં પ્રતિલેખન અને પરિષ્ઠાપન કરે. સામર્થ્યના અભાવે અન્ય સહવર્તી સાધુઓ પાસે પણ કરાવે. પ્રતિલેખન, પરિષ્ઠાપન સંબંધી વિધિ વિવેક પરિશિષ્ટમાં જુઓ.
જિનેશ્વર કથિત સંયમ જીવનના પ્રત્યેક અનુષ્ઠાનો આત્મશુદ્ધિના સાધન છે, તેવી શ્રદ્ધાપૂર્વક સાધુ પ્રતિલેખન અને પરઠવા વગેરેની ક્રિયા કરે. ગોલી - તેના ચાર અર્થ થાય છે– (૧) મનયોગપૂર્વક પ્રતિલેખન કરવું (ર) ઉપયોગપૂર્વક પ્રતિલેખન કરવું. (૩) નો પતિ = યોગ-સામર્થ્ય હોવા પર (૪) પ્રમાણોપેત. પ્રતિલેખન ઓછું કે અધિક ન કરતાં પ્રમાણોપેત અર્થાત્ સૂત્રોક્ત વિધિ અનુસાર પ્રતિલેખન કરવું. ગૃહસ્થના ઘરમાં સાધુનો વિવેક :
पविसित्तु परागारं, पाणट्ठा भोयणस्स वा ।
जयं चिट्टे मियं भासे, ण य रूवेसु मणं करे ॥ છાયાનુવાદઃ પ્રવર પર , પાનાથ બોઝનાય વા
यतं तिष्ठेत् मितं भाषेत, न च रूपेषु मनः कुर्यात् ॥ શબ્દાર્થ – પીળા = પાણીને માટે ભોયર્સ = ભોજનને માટે પYINI = ગૃહસ્થના ઘરમાં