________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૭૯
શબ્દાર્થ -તિ૬ = ત્રણમાંથી રીતે = અન્યતરને, કોઈને ન = જેને સિક્કા = ગૃહસ્થના ઘેર બેસવાનું પ = કહ્યું છે ખરા = વૃદ્ધાવસ્થાને કારણે મૂયસ = પરાભવ પામેલાને વાહિયક્ષ = વ્યાધિગ્રસ્તને તંવસિળો = તપસ્વીને, દીર્ઘ તપસ્યા કરનારને.
ભાવાર્થ:- ત્રણ પ્રકારના શ્રમણોને ગૃહસ્થના ઘરે બેસવાનું કથ્ય છે, યથા– (૧) જરાભિભૂત શ્રમણ (૨) રોગગ્રસ્ત શ્રમણ (૩) દીર્ઘ તપસ્વી શ્રમણ.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ગૃહ નિષદ્યાવર્જન રૂપ આ સોળમા આચાર સ્થાનમાં શ્રમણને માટે ગૃહસ્થના ઘરે બેસવાથી થતાં દોષોનું દર્શન કરાવી, પરોક્ષપણે ગૃહસ્થના ઘરે ન બેસવાનું સૂચન કરીઅપવાદ માર્ગે ત્રણ પ્રકારના શ્રમણોને ગૃહસ્થને ત્યાં બેસવાનો વિકલ્પ પણ દર્શાવ્યો છે.
ઉત્સર્ગ માર્ગ :- ભિક્ષુ ગુહસ્થને ત્યાં ગૌચરી માટે જાય પરંતુ ત્યાંથી ગોચરી લઈને તેણે તત્કાલ નીકળી જવું જોઈએ. કદાચ કોઈ ભાવુક ગૃહસ્થ બેસવાનો આગ્રહ કરે તો પણ મુનિએ ત્યાં બેસવું નહીં; આ સર્વ સાધુને માટે સામાન્ય નિયમ છે. મુખ્ય દોષ – ગૃહસ્થને ત્યાં બેસવાથી અનેક દોષોનો ઉદ્ગમ થાય છે તેમાં મુખ્યતયા બ્રહ્મચર્યની સમાધિનો ભંગ થાય છે. તે માટે ગાથા-૫૮ અને પ૯માં ચાર શબ્દોમાં સૂચન છે– (૧) બ્રહ્મચર્યની વિપત્તિ (૨) બ્રહ્મચર્યની અગુપ્તિ (૩) સ્ત્રીઓનું શંકિત થવું (૪) કુશીલવર્ધક સ્થાન. વિત્તિ સંરક્સ :- ગૃહસ્થના ઘરમાં બેસવાથી સ્ત્રીઓનો અતિ પરિચય થાય, સ્ત્રીઓના અંગોપાંગાદિ જોવાનું સહજ રીતે શકય બને, ક્યારેક નિઃસંકોચ સ્ત્રીઓ સ્વયં નજીક આવીને બેસી જાય, તેની સાથે વાતચીત કરવાથી બ્રહ્મચર્યનું વાડનો ઉલ્લંઘન થાય, આ રીતે બ્રહ્મચર્યની સમાધિ ભંગ થવાના સંજોગો ઉપસ્થિત થાય છે. આ કારણે ગૃહસ્થના ઘેર બેસવામાં શાસ્ત્રકારે સહુથી મોટો ભય બ્રહ્મચર્યની અસમાધિ થવાનો દર્શાવ્યો છે. તે કારણે જ અંતે આ પ્રવૃત્તિને કુશીલ વર્ધક સ્થાન કહી દીધું છે. આ રીતે બ્રહ્મચર્યની અપ્તિ થાય છે. HTTM જ ન રહો - પ્રાણીઓના વધથી સંયમનો નાશ થાય છે. અતિ પરિચયના કારણે રાગભાવ વશ તે ગૃહસ્થ સાધુને પોતાને ઘેર બેસાડી તેના માટે અલ્પાહાર–ચા, દૂધ કે ઠંડા વગેરે અથવા સ્વાદિષ્ટ ખાનપાન તૈયાર કરે છે. તેમાં આરંભ સમારંભથી પાણી, અગ્નિ, વનસ્પતિ આદિ કેટલાય જીવોનો સંહાર થાય અને તેથી સંયમ મર્યાદાનો પણ વિનાશ થાય તે સ્વાભાવિક છે. વળી પડિયા - સાધુ ઘેર બેઠા હોય ત્યાં સુધી ગૃહસ્થો તેની સેવામાં જ રહે છે. વચ્ચે ઊઠીને કોઈને ભિક્ષા આપવી અનુપયુક્ત સમજે છે. આ કારણે તે ગૃહસ્થો યાચકોને ભિક્ષાનો નિષેધ કરે; તેથી તેને અંતરાય થાય અને યાચકને પણ સાધુ પ્રત્યે અપ્રીતિ થાય છે.