________________
**
હે ગૌતમ ! આ બધા ઉટપટાંગ વાતો કરનારા લોકો હિંસા ભરેલા મિથ્યાવાદ કરે છે. ખરેખર ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કે સારભૂત અતિ સુંદર વ્યાખ્યા દશવૈકાલિકની પહેલી ગાથામાં કરવામાં આવી છે કે– ધર્મ તે અહિંસા, સંયમ અને તપ રૂપ છે. તે ધર્મમાં કે તે ધર્મના સાધકોમાં દેવોની ઝંખના હોતી નથી, ઉલટા દેવો જ તે શ્રેષ્ઠ અહિંસા પ્રધાન ધર્મમાં તલ્લીન સાધકની અભ્યર્થના, અર્ચના, શુશ્રુષા કરી પોતાને ધન્ય માને છે. અહિંસા સંયમ તપ :– જીવ જ્યારે સમ્યષ્ટિ બને ત્યારે જ તે અહિંસાનો સાચી રીતે સ્વીકાર કરી શકે છે. અહિંસા એ ધર્મનો રાજમાર્ગ છે. ધર્મની વ્યાખ્યાને તે જ સમજી શકે કે જેને સમ્યજ્ઞાન હોય. અહીં (૧) અહિંસામાં સમ્યક્દર્શનનો (૨) સંયમમાં સમ્યક્ત્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને (૩) તપસ્યા એ તો ચારિત્રનું જ અંગ છે. વસ્તુતઃ એ ત્રણે ય શાસ્ત્રીય શબ્દો ગહન છે. તેને બહુ ઊંડા ઉતરીને જ સમજી શકાય છે. ખરેખર ધર્મની અહિંસા, સંયમ અને તપ રૂપ વ્યાખ્યા પ્રકાશ, અગ્નિ કે વિશુદ્ધ પાણી જેવી નિર્મળ અને સ્પષ્ટ વ્યાખ્યા છે. તેમ છતાં તે મર્મ ભરેલી વ્યાખ્યા ગુરુ સાંનિધ્યે પોતાનો ક્ષયોપશમ વધારવાથી સહજ ઉપલબ્ધ થાય છે.
જ્ઞાન સાથે ક્રિયા :– ધર્મની વ્યાખ્યાને સમજ્યા પછી જો સાધક ઉત્કૃષ્ટ ભાવથી ક્રિયાશીલ ન બને અથવા ગુરુ દ્વારા ક્રિયાના આચરણ માટે સાધકને પૂરો સજ્જ કરવામાં ન આવે તો આખી સંયમ સાધનાની પ્રક્રિયા વેર–વિખેર થઈ જાય છે અને સુંદર ભાવોથી અભિનિષ્ક્રમિત સાધક સાધનાના માર્ગમાં જ અટવાઈ જાય છે.
સમગ્ર દ્વાદશાંગીનો સાર કાઢી શાસ્ત્રકારે સાધના કેવી હોય છે ? સાધકને શું શું કરવાનું હોય છે ? કેવી રીતે કરવાનું હોય છે ? તે માટે એક એક રત્નકણ જેવી સૂચનાઓ આ અધ્યયનોમાં ભરી દીધી છે. સાધક સંયમની પ્રક્રિયા કરતો આ સૂચનોમાં જરા પણ અસાવધાન થાય તો જેમ મૂળિયા વગરનું, વાવાઝોડામાં સપડાયેલું સમુદ્ર કિનારાનું વૃક્ષ મૂળથી ઉખડી પડે છે, તેમ સાધક પણ જો કોઈ પ્રકારના સૌંદર્યથી આકર્ષિત થઈ કામનાના તોફાનને રોકી ન શકે તો તે બહુ જ ખરાબ રીતે દુર્ગતિને પ્રાપ્ત થાય છે અર્થાત્ આ લોકમાં બદનામ થઈને પરલોકને બગાડે છે. તે સાધક ઘરનો કે ઘાટનો રહેતો નથી.
આમ આ સૂત્રમાં સાધક માટે જ્ઞાન સાથેની ક્રિયા અને તેની સમગ્ર સાવધાની તથા ભાવ સંયમનું આલેખન કરવામાં આવ્યું છે.
આ સૂત્રના પાંચમા અધ્યયન સુધી સાધકને કઠોર નિયમાવલીની અને તેને
AB
25