________________
આપણે પણ દશવૈકાલિક માટે "રાજ મોક્ષમાર્ગ" કે "મોક્ષમાર્ગનો મહાપથ" = મોરવમા મહાપહો આવું નામ આપી શકીએ. જો કે આ અમારી બાળચેષ્ટા છે તેમ છતાં આ નામથી દશવૈકાલિકના અંતરંગ ભાવો રૂડી રીતે અભિવ્યક્ત થાય છે. ખરેખર દશવૈકાલિક એ મોક્ષમાર્ગનો મહાપથ છે.
આ દશવૈકાલિક સૂત્ર રૂપ મહાપથનું અવગાહન કરવામાં આવે તો આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રનું અવગાહન થઈ જાય તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ચાલો, આપણે દશવૈકાલિકમાં ડૂબકી મારીએ અને તેની ગહનતાને હૃદયંગત કરી ધન્યતાનો અનુભવ કરીએ.
દશવૈકાલિક સૂત્ર એ મુક્તિધામની મહાયાત્રા છે. આ યાત્રામાં સાધક જોડાઈ શકે છે. સાધક યાત્રા શરૂ કરે તે પહેલાંથી જ બધી રીતે સાવધાન રહી આત્માને ઉચ્ચકોટિના સિદ્ધાંતોથી સજ્જ કરે તો તે આ સંયમ યાત્રામાં આગળ વધી મુક્તિધામ સુધી પહોંચે છે. આ શાસ્ત્ર ખાસ નિયમોથી સાધકના સંપૂર્ણ માર્ગને પ્રકાશિત કરે છે અને સારી શિખામણ પણ આપે છે.
દશવૈકાલિક તે એક પ્રકારનો સુવર્ણ કુંભ છે. જેમાં જૈનાગમનું અમૃત ભરેલું છે. તે સુવર્ણ કુંભનું અમૃત ગુર્જર ભાષી સંપૂર્ણ જન સમાજને ચખાડવા માટે આપણા પ્રયાસનો પ્રારંભ થયો છે. ધર્મની વ્યાખ્યા - જે લક્ષ ઉપર આપણે જવું છે અર્થાત્ જે આપણે સાધ્ય છે, તેની તથા તેના સાધનની સ્પષ્ટ વ્યાખ્યા થવી જોઈએ. તે માટે આ સૂત્રના પ્રારંભમાં જ શાસ્ત્રકારે ધર્મની વ્યાખ્યા કરી છે અને અહિંસા, સંયમ અને તપ ધર્મને જ કલ્યાણ માર્ગરૂપે દર્શાવ્યો છે. જ્યારે સંસારમાં ધર્મના નામે અથવા ધર્મના વેશમાં હિંસા ભરેલા ઘણા ભાવો સ્થાન પામ્યા છે. જગતના બધા તાંત્રિકો, મ્લેચ્છો, વિધાધારીઓ અથવા તંત્ર-મંત્ર કરનારાઓ પોતાનો બધો વ્યાપાર ધર્મના નામે જ કરે છે. ધર્મમાં ઘણે અંશે અંધશ્રદ્ધા પ્રવેશ પામી ગઈ છે. ધર્મ શબ્દમાં ઘણા સારા-નરસા બધા સિદ્ધાંતો સંગ્રહિત કરી લેવાય છે. જ્યારે જૈનદર્શનમાં ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે અને ઉજ્જવળ તત્ત્વોને જ ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ભગવાન કહે છે–fમચ્છી તે ઇશ્વમાંશુ