________________
૨૨૮
શ્રી દશવૈકાલિક સૂત્ર
તેનામાં રસલોલુપતા કે આહાર પ્રત્યે આસક્તિભાવ જાગૃત થાય છે; રસલોલુપતાને પોષવા માટે તે સાધુતાને ભૂલી જાય છે.
ગુરુની આજ્ઞાથી ભિક્ષા માટે ગયેલા સાધુએ ગૌચરીમાં પ્રાપ્ત થયેલી સર્વ વસ્તુઓ ગુરુને સોંપી દેવી જોઈએ. ગૌચરીની યથાર્થ આલોચના કર્યા પછી ગુરુ છે અને જેટલો આહાર આપે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. આ પ્રકારની વિધિનું પાલન કરવું તે શ્રમણધર્મ છે. તેમાં શિષ્યના મનનો સંયમ કેળવાય છે, વાસના મંદ બને છે અને વૈરાગ્યભાવ પુષ્ટ થાય છે. પરંતુ શિષ્યમાં જ્યારે માન મોહનીયકર્મના ઉદયે સમર્પણભાવનો લોપ થાય અને સ્વચ્છેદભાવ જાગૃત થાય ત્યારે તે અનેક દોષોનું સેવન કરે છે.
રસલોલુપી સાધુ માયાચારની પ્રવૃત્તિ બે પ્રકારે કરે છે, યથા– (૨) વિરહ = સ્વાદિષ્ટ કે મન પસંદ આહારને છુપાવે છે. (૨) મ મ મોશ્વ = સ્વાદિષ્ટ કે મન ગમતો આહાર કોઈપણ એકાંત સ્થાનમાં સ્વયં ખાઈ લે અને નીરસ આહાર લઈને ઉપાશ્રયમાં આવે છે. આ પ્રકારના માયાચાર સેવનના પણ બે કારણ છે. (૧) રસલોલુપતા (૨) માન, સન્માન અને પ્રશંસાની આકાંક્ષા.
ગૌચરીમાં હંમેશાં નીરસ આહારને જ જોવાથી સહવર્તી સાધુઓ મને રૂક્ષાહારી, રસપરિત્યાગી, તપસ્વી માનશે અને મારી પ્રશંસા કરશે. આ પ્રકારની વૃત્તિથી સાધુ માયાચારનું સેવન કરે છે.
માયાચારનું પરિણામ :- પ્રસ્તુત ગાથાઓમાં માયાચારના ચાર પરિણામ દર્શાવ્યા છે– (૧) તેનો આત્મા ક્યારેય સંતુષ્ટ થતો નથી. (૨) તે મોક્ષ પામતો નથી. (૩) ઘણાં પાપકર્મોનું કે દોષોનું સર્જન કરે છે. (૪) તે માયા-કપટ રૂપ શલ્યનું સર્જન કરે છે.
સાર એ છે કે માયાચારનું સેવન કરનાર સાધુની કીર્તિની કામના જ અપકીર્તિ પ્રાપ્ત કરાવે છે. તેવા સાધુની રસલોલપતા અને અસંતોષનો ભાવ હંમેશાં વધ્યા જ કરે છે અને તે કદાપિ મોક્ષરૂ૫ અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકતો નથી.
થકી :- આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) આયતાર્થી અર્થાતુ મોક્ષાર્થી (૨) આયાતિ + અર્થી– આગામી કાલના હિતની અર્થી, અભિલાષી (૩) આત્માર્થી.
માણસમજ :- વડીલોને વંદન કરવા, વડીલો આવે ત્યારે ઊભા થવું વગેરે વિનય કે આદરની પ્રવૃત્તિ માન કહેવાય છે અને વસ્ત્ર, પાત્ર આદિ કોઈપણ પદાર્થ વડે આદર કરવો તે સન્માન છે. એક દેશીય પૂજા–પ્રતિષ્ઠા થાય તે માન અને સર્વ પ્રકારે પૂજા-પ્રતિષ્ઠા થાય તે સન્માન છે; આ રીતે પણ અર્થ થાય છે.
ભિક્ષુ માટે મધપાન નિષેધ :
सुरं वा मेरगं वावि, अण्णं वा मज्जगं रसं । ससक्ख ण पिवे भिक्खू, जसं सारक्खमप्पणो ॥
३६