________________
૧૪
જાય ત્યાર પછી સંયમી મુનિ તે ઘરમાં આહાર પાણી માટે પ્રવેશ કરે.
વિવેચન :
જૈન મુનિની ગોચરીના સમયે કદાચ અન્ય યાચકો કે ભિક્ષાચરો પણ ભિક્ષા માટે ભ્રમણ કરતા હોય છે અને એક જ ઘરે બંનેનો સંયોગ થઈ જાય, ત્યારે તેના પ્રત્યે કેવી રીતે નિર્દોષ વૃત્તિ રાખવી તેનું સૂચન આ ગાથાઓમાં છે. તેનો સાર એ છે કે (૧) યાચકો અને ભિક્ષાચરો ઊભા હોય તો મુનિ તેને ઉલ્લંઘીને ઘરમાં પ્રવેશ ન કરે (૨) જો મુનિને તે ઘરમાં જવું હોય તો ભિક્ષાચરો ત્યાંથી ન જાય ત્યાં સુધી તે લોકોની નજર ન પડે તેવા એકાંત સ્થળે ઊભા રહે; (૩) દાતા તે યાચકોને ભિક્ષા આપી દે કે નિષેધ કરી દે અને તે યાચકો ત્યાંથી જવા લાગે, ત્યારે મુનિ વિવેકથી તે ઘરમાં પ્રવેશ કરે.
કદાચ નિષેધ કર્યા પછી પણ ભિક્ષાની આશાથી તે યાચક ત્યાં ઊભો રહે કે બેસી જાય તો મુનિએ બહુ વિવેકથી નિર્ણય કરવો જોઈએ યથા– (૧) સર્વ શ્રેષ્ઠ તો એજ છે કે તે સમયે મુનિ બીજું કોઈ ઘરે ગોચરી ચાલ્યા જાય (૨) કદાચ ત્યાં એકાંતમાં ઊભા હોય અને દાતા તે યાચકને નિષેધ કરી મુનિને નિયંત્રણ કરે, પધારવાનો આગ્રહ કરે તો મુનિ તે યાચકની પ્રકૃતિ, સ્થિતિ અને માનસિક દશાનો કે તેના દુઃસાહસનો દીર્ઘ વિચાર કરીને જો યોગ્ય લાગે તો જ તે ઘરમાં જાય અન્યથા "અવસર નથી" તેમ કહી
અન્યત્ર ચાલ્યા જાય.
શ્રી દશવૈકાલિક સૂત્ર
કદાચ દાતા તે યાચકોને ભિક્ષા આપી દે અને તે યાચકો વાતો કરવા કે ખાવા માટે ત્યાં જ ઊભા રહે કે બેસી જાય તો મુનિ વિવેક અને વિચારપૂર્વક સ્વતઃ કે દાતાના નિમંત્રણથી ગોચરી જઈ શકે છે. અમિત ખ પવિસે – યાચકોને ઓળંગીને જવું તે અનેક દોષોનું કારણ બને છે, યથા– (૧) ગૃહસ્થ તથા યાચકને તે સાધુ તરફ અપ્રીતિ અથવા દ્વેષ ઉત્પન્ન થાય (૨) કદાચ દાતા સાધુને જોઈને તે યાચકને દાન ન આપે તો સાધુને અંતરાયનો દોષ થાય (૩) તેમજ ક્યારેક ધર્મની અને સંઘની લોકમાં નિંદા થાય.
પ્રસ્તુત ગાથાઓનો આશય સ્પષ્ટ છે કે મુનિ પોતાની પ્રવૃત્તિથી કોઈને માનસિક સંતાપ ન થાય, તેની લઘુતા ન થાય અને તેને આહારની અંતરાય ન થાય તેવા અનુકંપા યુક્ત અહિંસક પરિણામોથી વિચરણ કરે, વ્યવહાર કરે.
સમળ માહળ :- (૧) શ્રમણ = જૈનેત્તર સંન્યાસી (૨) બ્રાહ્મણ = ભિક્ષાથી નિર્વાહ કરનાર ભિક્ષાચર બ્રાહ્મણ (૩) કૃપણ = દરત, ગરીબ અથવા સામાન્ય જાતિના લોકો કે જે ગૃહસ્થનું વધેલું ભોજન માંગવા જાય (૪) ભિખારી = દરરોજના ભીખ માંગનારા.
વહોરાવનારના અવિવેક અંગે વિવેક :
ઃ
१४
उप्पलं पठमं वावि, कुमुयं वा मगदंतियं । अण्णं वा पुप्फसच्चित्तं तं च संलुंचिया दए ।
'