________________
અધ્ય.-૫, ઉર્દૂ.-૧ : પિંડૈષણા
પ્રાપ્ત કરે છે.
સુધર્મા સ્વામીએ કહ્યું– જેમ ભગવાન મહાવીર પાસેથી સાંભળ્યું છે તેમ મેં તમને કહ્યું છે.
વિવેચન :
ઉદ્દેશકની આ છેલ્લી ગાથામાં અંતિમ મંગલરૂપે સાધુ–શ્રાવક બંનેના ઉજ્જવળ ભવિષ્યને દર્શાવ્યું
२०३
છે.
મુન્હાવાયી :- કોઈપણ પ્રકારના ફળની આશા કે અપેક્ષા રાખ્યા વિના નિઃસ્પૃહ અને નિઃસ્વાર્થ ભાવથી સુપાત્રદાન દેનાર ગૃહસ્થને મુધાદાયી કહેવાય છે. તે સગૃહસ્થ—શ્રમણોપાસક સંયમી જીવનનું મૂલ્ય સમજીને, કેવળ સંયમ માર્ગની–મોક્ષ માર્ગની અનુમોદનાના અહોભાવથી જ નિર્દોષ આહારદાન કરે છે. દાન આપ્યા પહેલાં, આપતા સમયે કે આપ્યા પછી તેના અંતરમાં શ્રમણ પાસેથી કોઈ પ્રત્યુપકારની ભાવના રહેતી નથી. તાત્પર્ય એ છે કે સમજુ શ્રાવકને સાધુ પાસેથી કોઈ મંત્ર, તંત્ર, સિદ્ધિ, ઔષધ–ઉપચાર, ધનવૃદ્ધિ, કુલવૃદ્ધિ, કૃપાદષ્ટિ પ્રાપ્ત થાય તેવી કામના રહેતી નથી, માટે તેવા શ્રાવક મુહાદાયી કહેવાય છે.
જ્યારે દાન દેનારના અંતરમાં આંશિક પણ ફળની આશા રહેતી હોય ત્યારે તેનો અપૂર્વ લાભ સમાપ્ત થાય છે અને તે મુધાદાયી કહેવાતા નથી. જે મુધાદાયી નથી તેને નિર્જરાનો કે સંયમમાર્ગની અનુમોદનાનો લાભ મળી શકતો નથી.
સૂત્રકારે આ શબ્દપ્રયોગ દ્વારા દાન દેનાર ગૃહસ્થ શ્રમણોપાસકને નિર્દોષ અને નિષ્કામ ભાવે દાન આપવાનું સૂચન કર્યું છે.
दोवि गच्छंति सुग्गइं : :– મુધાદાયી અને મુધાજીવીનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે તદ્નુસાર આદર્શ જીવન જીવનારા શ્રમણ અને શ્રમણોપાસક, ભિક્ષુક અને દાતા, લેનારા અને આપનારા, બંને ય ધર્મના ઉચ્ચકોટિના આરાધક થાય છે. તેથી તેઓને આ અંતિમ ગાથાના અંતિમ ચરણમાં સદ્ગતિ એટલે વૈમાનિક દેવોની ગતિ તેમજ મોક્ષગતિરૂપ સર્ટિફિકેટ આપ્યું છે.
॥ પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ ॥