________________
[ ૨૦૨ ]
શ્રી દશવૈકાલિક સત્ર
તેને સુધાજીવી સાધુ જાણીને તેની પાસે પ્રવ્રજિત થઈ ગયા. તાત્પર્ય એ છે કે મોક્ષની સાધના કરનાર ગૃહત્યાગી માટે મુધાજીવી વૃત્તિ જ સર્વ અપેક્ષાએ શ્રેષ્ઠ અને હિતકારી છે. નિષ્ણા રોલાં :- મુનિ દોષોનો ત્યાગ કરીને નિર્દોષ રીતે આહાર કરે. શાસ્ત્રકારે આ ગાથાઓમાં આહાર સંબંધી દોષ વર્જિત વિધિ અને શુદ્ધિ બન્નેનું નિરૂપણ કર્યું છે– (૧) વિધિ = મુનિને જે પાત્રમાં ભોજન કરવાનું હોય તેનું મોટું પહોળું અને ખુલ્લું હોવું જોઈએ. જેથી ભોજન કરતી વખતે તેમાં કોઈ જીવજંતુ હોય તો સારી રીતે જોઈ શકાય. તેવા ભાજનમાંથી આહારના કણો નીચે ન પડે, આજુબાજુ ન વેરાય, તે રીતે મુનિ યતનાપૂર્વક ભોજન કરે.
(૨) શુદ્ધિ = આત્મશુદ્ધિ માટે અને રસેન્દ્રિયના વિજય માટે શાસ્ત્રકારે અનેક સૂચનો કર્યા છે તેનું તાત્પર્ય એ છે કે નિર્દોષ આહારની પ્રાપ્તિ સાધુ માટે જેટલી મહત્ત્વની છે, તેટલી જ મહત્તા તેને નિર્દોષ રીતે ભોગવવાની છે. સાધુને પ્રાપ્ત થયેલો આહાર સરસ કે નીરસ, સ્નિગ્ધ કે શુષ્ક, કડવો, કષાયેલો આદિ કોઈ પણ રસવાળો હોય તો તેમાં મુનિ અંશ માત્ર રાગદ્વેષ કર્યા વિના સંપૂર્ણ સમભાવ સાથે, પ્રસન્ન ચિત્તે, ઘી-સાકર સમાન સમજીને તે આહારને વાપરે. આ રીતે મુનિ ના તો િ = દોષ રહિતપણે આહારને આરોગે.
પ્રસ્તુતમાં સાધુની આહાર વિધિને સૂત્રકારે વિસ્તારથી સમજાવી છે. તેમાં તેમનો ગહન આશય પ્રગટ થાય છે કે સાધુ આહાર કરવા છતાં અનાહારક ભાવને પુષ્ટ કરે, દેહાસક્તિને છોડી રસનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરે અને વિનય, વૈયાવચ્ચ વૈરાગ્ય વગેરે આત્મગુણોને વિકસાવે.
૧૦૦
મુધાદાતા અને મુધાજીવીની સુગતિ :
दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा ।
मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सुग्गइं ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ ગુમાસ્તુ મુજાવાનિ, મુધાન વિનોડલ કુર્ત
मुधादायिनो मुधाजीविनः, द्वावपि गच्छतः सुगतिम् ॥इति ब्रवीमि॥ શબ્દાર્થઃ-મુફાવાડું - નિઃસ્વાર્થ બુદ્ધિથી દેનાર, ઐહિક આશા વગર દેનાર, મુધાદાતા દુહા = દુર્લભ છે, અલ્પ હોય છે મુદ્દાની વ = મૂલ્ય ચૂકવ્યા વિના, પ્રત્યુપકાર કર્યા વિના, ગૃહસ્થનું કોઈ કાર્ય કર્યા વિના પ્રભુ આજ્ઞા અનુસાર ભિક્ષા લઈ સંયમ જીવન જીવનાર હોવ = બને આત્મા સુરપાઠું = સુગતિને ઋતિ = પ્રાપ્ત કરે છે તિ વેમ = આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ – કોઈ પણ બદલાની આશા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કોઈપણ રીતે મૂલ્ય ચૂકવ્યા વગર કેવળ સંયમના નિર્વાહ માટે પ્રભુ આજ્ઞાથી ભિક્ષા લેનાર શ્રમણ નિગ્રંથ; તે બંને મળવા દુર્લભ છે અર્થાત્ આ જગતમાં આવી વ્યક્તિ બહુ અલ્પ હોય છે અને તે બંને નિશ્ચિતરૂપે સદ્ગતિને