________________
અધ્ય.-૫, ઉદ્દે.-૧: પિંડેષણા
[ ૧૯૧ ]
કર્યું છે.
ગોચરીમાં ભ્રમણ કરતા ભિક્ષને અવસ્થા. રુણતા. અતિ ક્ષધા. અતિ તષા. વિહાર શ્રમ, વાય પ્રકોપ કે પિત્ત વિકાર વગેરે કોઈ પણ કારણે ઔષધ ઉપચાર રૂપમાં કે સમાધિ ક્ષમતાની સુરક્ષાર્થે ખાદ્ય પદાર્થ, પેય પદાર્થ કે અચિત્ત જળ વાપરવાની આવશ્યકતા થઈ શકે છે.
જો કે ભિક્ષુ પોતાની ક્ષમતા અક્ષમતાનો દીર્ધદષ્ટિથી વિચાર કરીને જ ગૌચરી જાય અને જો એવી આશંકા હોય તો તેને પહેલાંથી જ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી લેવી જોઈએ. કારણ કે યથાસંભવ ગુર્વાજ્ઞા વિના ગોચરીમાં આહાર કરાય નહીં. જો ગૌચરી જનાર પોતેજ રત્નાધિક હોય તો આજ્ઞા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન થતો નથી.
- ગૌચરી કરતા ભિક્ષુ ક્યાં બેસીને આહાર કરે તેનું સ્પષ્ટીકરણ ગાથા-૮૨માં આ બે શબ્દોથી કર્યું છે. (૧) જો કોઈ ભાવિક વ્યક્તિ હોય અને તેના ઘરમાં કોઈ યોગ્ય ઓરડાની અનુકૂળતા હોય તો તેની આજ્ઞા લઈ મુનિ ત્યાં આહાર કરે. આ પ્રકારની અનુકુળતા કે અવસર ન હોય તો કોઈ પણ જગ્યાએ ભીતના આશ્રયે એટલે યોગ્ય એકાંત સ્થળનું પ્રતિલેખન કરી મુનિ ત્યાં અત્યાવશ્યક પાણી કે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરે.
વ્યાખ્યાકારોએfમત્તિમૂર્ત ના વિભિન્ન અર્થ કર્યા છે– (૧) બે ઘરની મધ્યનો ભાગ (૨) મકાનની પાછળનો ભાગ (૩) દીવાલનો એક ખૂણો (૪) ભીંત પાછળનો ભાગ (૫) ભીંતની નજીકનો ભાગ. પડછUસિંધુડે – સાધુને આહાર કરવા માટે ચારે બાજુથી ઘેરાયેલું અને ઉપરથી ઢંકાયેલું સ્થાન હોવું જોઈએ. કારણ કે તેવા સ્થાનમાં ઉડતા જીવોની વિરાધનાથી બચી શકાય છે. તેમજ લોકોના કે બાળકોના આવાગમન તથા કુતૂહલ વૃત્તિથી પણ સુરક્ષિત રહી શકાય છે.
આ શબ્દના બીજી રીતે પણ અર્થ થાય છે– (૧) ઉપરથી ચાદર, ચંદરવો કે ઘાસ આદિથી ઢાંકેલું અને ચારે બાજુ ગૂંથેલી ચટાઈ વગેરેથી ઢાંકેલું હોય, તેવા સ્થાનમાં મુક્તિ આહાર કરે. (૨) પ્રતિચ્છન્ન = ઢાંકેલા સ્થાનમાં, સંવૃત્ત = ઉપયોગ યુક્ત થઈને મુક્તિ આહાર કરે.
તલ્થ તે મુખમાબલ્સ:- પ્રસ્તુત ગાથા ૮૪, ૮૫, ૮૬માં ગૃહસ્થના ઘરે આહાર કરતા ભિક્ષુને વિવેક રાખવાનું સૂચન છે. કારણ કે ઉપાશ્રયમાં આહાર કરતાં સમયે સાધુ પાસે ભાજન વસ્ત્ર વગેરે સર્વ આવશ્યક સામગ્રી હોય છે. ગૌચરીમાં તે ઉપકરણો હોતા નથી. માટે ગૃહસ્થના ઘરે મુનિની અસભ્યતા પ્રકટ થાય અને હીલના થાય; તેથી આળસ કર્યા વિના મુનિ વિવેકયુક્ત પ્રવૃત્તિ કરે.
આહારનું સેવન કરતાં તેમાંથી કોઈ બીજ, ઠળીયો, કાંકરો આદિ સચેત કે અચેત અખાદ્ય પદાર્થ નીકળે તો મુનિ તેને ઓરડાના કોઈ પણ વિભાગમાં થુંકે નહીં, પરંતુ તે સર્વ પદાર્થોને હાથમાં ગ્રહણ કરીને યતનાપૂર્વક નિર્દોષ સ્થાનમાં પરઠવી દે, મૂકી દે. તેને ગમે ત્યાં ફેંકવામાં કે મુખેથી જ ઉડાડવામાં અસંયમ ભાવ, જીવવિરાધના અને અસભ્યતા પ્રતીત થાય છે તથા જિનશાસનની અવહેલના થાય છે. તેથી સાધુ