________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
અંશ પણ શુદ્ધ આહારને દૂષિત બનાવે છે. તેવો આહાર લેવાથી મુનિઓના ચારિત્રમાં અપવિત્રતા આવે છે; માટે તેને પૂતિકર્મ દોષ કહે છે. પૂતિકર્મ ઉદ્ગમનો ત્રીજો દોષ છે.
૧૭૨
आहडं :- આદત. સાધુ-સાધ્વીને આપવા માટે પોતાના ઘર, ગામ આદિથી ઉપાશ્રય વગેરે સ્થાનમાં લાવીને અથવા મંગાવીને આપવામાં આવતો આહાર અભ્યાદ્ભુત દોષયુક્ત કહેવાય છે. આ ઉત્પાનના સોળ દોષો માંહેનો એક દોષ છે.
અન્નોવર :- અધ્યવતર અથવા અધ્યવપૂરક. પોતાને માટે ભોજન બનાવવાની શરૂઆત કરે તે સમયે ગામમાં સાધુ પધાર્યા છે, તે સાંભળતાં કે ગામમાં બિરાજતા સાધુની સ્મૃતિ થતાં થોડો અધિક આહાર બનાવે તો તે અધ્યવપૂરક દોષયુક્ત આહાર છે. આ ઉદ્ગમનો ૧૫મો દોષ છે.
પામિજ્યું ઃ- સાધુના નિમિત્તે ક્યાંકથી ઉધાર લાવીને આપવામાં આવેલો આહાર પ્રામિત્વ દોષયુક્ત આહાર છે. આ ઉદ્ગમનો નવમો દોષ છે.
=
મીસના5:- મિશ્ર જાત, ગૃહસ્થ દ્વારા પોતા માટે અને સાધુને માટે સાથે બનાવાતો આહાર મિશ્ર જાત દોષવાળો કહેવાય છે. આ ઉદ્ગમનો ચોથો દોષ છે.
ઉપરોક્ત સર્વ દોષોથી દૂષિત આહાર સંયમી જીવનને મલિન બનાવે છે. તેથી સાધુ તે પ્રકારના દોષિત આહારનો ત્યાગ કરે.
=
૩૧મ સે ય પુછેઝ્ઝા :– સંયમ જીવનની સફળતામાં નિર્દોષ આહારનું મહત્ત્વ સમજીને સાધુ આહારની ગવેષણામાં સદા સાવધાન રહે છે.
ક્યારેક ગૃહસ્થ કોઈ વિશિષ્ટ ખાદ્ય પદાર્થ વહોરાવતા હોય અને સાધુને તે પદાર્થની નિર્દોષતામાં સંદેહ હોય ત્યારે સાધુ પોતાની સંયમ મર્યાદામાં રહીને ગૃહસ્થોને વિવિધ પ્રકારે પ્રશ્નો પૂછીને સંદેહનું નિવારણ કરી શકે છે. સૂત્રકારે બે પ્રકારે પ્રશ્ન પૂછવાનું કથન કર્યું છે.
વfા :– આહાર કોના માટે, શા માટે બનાવ્યો છે ? અર્થાત્ આજે આ આરંભ સમારંભનું પ્રયોજન શું છે ? સાધુનો પ્રશ્ન પૂછવાનો આશય કેવળ આહારની નિર્દોષતાને જાળવવાનો જ હોય છે. ગૃહસ્થના ઉત્તરથી સાધુના સંદેહનું નિવારણ થઈ જાય તો તે આહાર ગ્રહણ કરી શકે છે અને સંદેહ નિવારણ ન થાય તો બીજો પ્રશ્ન પૂછે છે.
ભેળ વા ૐ :– આહાર કોણે બનાવ્યો છે? આહાર બનાવનારને જ પૂછવાથી સત્ય હકીકત જાણી શકાય છે. કારણ કે બીજી વ્યક્તિ તો અનુમાનિત કે કલ્પિત ઉત્તર પણ આપી દે છે. તેથી તે બનાવનારને જ પૂછીને સાધુને સાચો નિર્ણય થઈ શકે છે કે આ આહાર અમારા માટે બનાવેલો નથી પરંતુ આધાકમાંદિ દોષ રહિત અને શુદ્ધ છે. તેવું જાણ્યા પછી જ મુનિ તેને ગ્રહણ કરે.
આ રીતે છપ્પનમી ગાથામાં શાસ્ત્રકારે આહારના વિષયમાં ઉદ્ગમ દોષોના નિવારણ માટે માર્ગ