________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
૧૬૩
વૂિળ ડેવપલ્થ - ગર્ભવતી સ્ત્રીની દોહદપૂર્તિ માટે મર્યાદિત આહાર બનાવવામાં આવ્યો હોય તેમાંથી તેના વાપર્યા પહેલાં જો સાધુ ગ્રહણ કરે તો દોહદપૂર્તિના અભાવમાં ગર્ભવતી સ્ત્રીને આઘાત લાગે અને ગર્ભગત જીવને આહારની અંતરાય થાય. માટે પ્રસ્તુત ગાથા ૩૯ મુજબ તે આહાર ગર્ભવતી સ્ત્રીએ વાપરી લીધા પછી શેષ વધેલો પડ્યો હોય તો તેને સાધુ ગ્રહણ કરી શકે છે.
મુળીના ofમાસિનો - કાલમાસવર્તી અર્થાતુ પૂરા મહિનાવાળી ગર્ભવતી સ્ત્રી. જેના ગર્ભને નવમો મહિનો અથવા પ્રસૂતિનો માસ ચાલી રહ્યો હોય, તે કાલમાસવર્તી કહેવાય. કોઈકની સાતમા કે આઠમા મહીને પણ પ્રસુતિ થવી સંભવ છે તેથી તે સ્ત્રીને કાલમાસવર્તી કહી શકાય. તાત્પર્ય એ છે કે
જ્યારથી "આ સ્ત્રી ગર્ભવતી છે" તેવું સ્પષ્ટ જણાવા લાગે ત્યારથી આ ગાથાના ભાવોનો નિર્દેશ છે, તેમ સમજવું. આ વિષયમાં વ્યાખ્યાકારે સ્પષ્ટ કર્યું છે કે સ્થવિર કલ્પી મુનિ માટે ગર્ભના પ્રસૂતિકાલ માસમાં વિવેક રાખવાનો હોય છે અને જિનકલ્પી મુનિ ગર્ભના પ્રારંભથી જ ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર લેતા નથી. સાધુને ભિક્ષા દેવા માટે પૂર્ણ માસવાળી સ્ત્રી ઉઠ બેસ કરે તો ગર્ભસ્થ બાળકને કષ્ટ પહોંચે તે સ્વભાવિક છે. તેથી તે રીતે ગર્ભવતી સ્ત્રીના હાથે ભિક્ષા લેવી દોષ છે; તેનો સમાવેશ દાયક દોષ માં થાય છે.
ગર્ભવતી સ્ત્રી બેઠી કે ઊભી જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં વહોરાવે તો સ્થાવિર કલ્પી મુનિ તેના હાથે ભિક્ષા ગ્રહણ કરી શકે છે.
બીજી પરંપરાનુસાર સ્થવિર કલ્પી માટે સાતમા મહિનાથી અને જિનકલ્પી માટે પાંચમા મહીનાથી ગર્ભવતી સ્ત્રી સંબંધી આ આગમના નિયમોનું પાલન કરવાનું હોય છે.
દુગ્ધ પાન કરાવનાર સ્ત્રીથી ભિક્ષા વિવેક :४२
थणगं पिज्जमाणी, दारगं वा कुमारियं । तं णिक्खिवित्तु रोयंत, आहरे पाणभोयणं ॥
तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । ४३
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ સ્તન પય, વાર ના મારવામાં
तन्निक्षिप्य रुदत्, आहरेत्पानभोजनम् ॥४२॥ तद्भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४३॥ શબ્દાર્થ-લાર = બાલકને = બાલિકાને થળ વિમળી = સ્તનપાન કરાવતી