________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
૧૧ |
ચ્છિન્ના = ગ્રહણ કરે = = જો તલ્થ = તે આહાર પાણી પ N = શુદ્ધ મ = હોય. ભાવાર્થ- બે વ્યક્તિ ભોજન કરતી હોય અથવા જે પદાર્થના બે સ્વામી હોય, તે બન્ને નિમંત્રણ કરે અને તે પદાર્થ દોષ રહિત પૂર્ણ શુદ્ધ હોય તો અપાતા આહાર પાણીને સાધુ ગ્રહણ કરે.
વિવેચન :
આ ગાથામાં ઉદ્ગમના પંદરમાં અનિસૃષ્ટ દોષ સંબંધી વિશ્લેષણ યુક્ત કથન છે. અનિસૃષ્ટઃ- અનનુજ્ઞાત. દાતાની અનુમતિ કે સંમતિ વિના લેવું તે. તેમાં સાધુનું ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે. તેમજ ક્યારેક અન્ય અનેક પરિસ્થિતિઓ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. તેથી સાધુને માટે પદાર્થના સ્વામીને જાણીને તેની સમ્મતિ-અનુમતિપૂર્વક જ આહાર ગ્રહણ કરવાનું વિધાન છે. વોહં તુ મુંગળTM - બુક ધાતુના બે અર્થ થાય છે– (૧) કોઈ પદાર્થનો ઉપયોગ કરવો (૨) ભોજન કરવું.
પ્રસ્તુતમાં મુંબઈ ના બે અર્થ છે– (૧) સાથે જમતાં (૨) સમાન માલિકી રાખતાં. જે ભોજન બે વ્યક્તિઓનું સહિયારું હોય, સાથે જમવા બેઠા હોય અથવા ઘરે કે દુકાનમાં કોઈ પદાર્થ બંનેની ભાગીદારીમાં હોય; તો તેવા પદાર્થ ગ્રહણ કરવામાં સાધુએ વિશેષ વિવેક રાખવો જોઈએ અર્થાત્ બંનેની ઈચ્છા અને અનુમતિ હોય તો જ પદાર્થ ગ્રહણ કરવો જોઈએ. કોઈની ભાવના વિના પદાર્થ લેવામાં ન આવી જાય, તે આવશ્યક છે; આ જ પ્રસ્તુત બે ગાથામાં નિર્દેશન છે.
જ્યારે એક વ્યક્તિ સાધુને ભોજન આપવા સંમત હોય અને બીજી વ્યક્તિ સંમત ન હોય તો તે આહાર અનિસુષ્ટ–અનનુજ્ઞાત દોષ યુક્ત કહેવાય છે. તે સાધુને લેવા યોગ્ય નથી. છંદ 7 કર્તા - છંદ એટલે અભિપ્રાય. વસ્તુના બીજા સ્વામીની આંખ અને મોઢાની આકૃતિ વગેરેથી મુનિ તેનો અભિપ્રાય જાણે. જો બીજા સ્વામીને આહારાદિ આપવામાં ખુશી ન હોય તેમ તેની મુખાકૃતિથી જણાય તો તેવી સ્થિતિમાં મુનિ એક પાસેથી પ્રદત્ત આહાર લઈ શકતા નથી. જો બીજા સ્વામીને કોઈ આપત્તિ ન હોય તો લઈ શકાય છે અને તેની સ્પષ્ટ અનુમતિ પણ લઈ શકાય છે.
ગર્ભવતી સ્ત્રી દ્વારા અપાતી ભિક્ષાનો વિવેક :
गुव्विणीए उवण्णत्थं, विविहं पाणभोयणं ।
भुंजमाणं विवज्जेज्जा, भुत्तसेसं पडिच्छए ॥ છાયાનુવાદ: ગુર્વિથા ૩૧ન્યતું, વિવિધું પાનમોનમ !
भुज्यमानं विवर्जयेत्, भुक्तशेषं प्रतीच्छेत् ॥