________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા
[ ૧૫૯ |
અંતે આપેલ છે. પંદરમો, સોળમો બે બોલ વનસ્પતિ સંબંધી છે.
૩૪મી ગાથાના અંતિમ બે બોલ(સત્તરમા, અઢારમા)નું સ્પષ્ટીકરણ સ્વતંત્ર રૂપે ૩૫-૩૬મી ગાથામાં આપ્યું છે. માળ હલ્થળ... – અસંસૃષ્ટ, વગર ખરડાયા. આ પાંત્રીસમી ગાથામાં વગર ખરડાયેલા હાથ વગેરેનો સંબંધ પશ્ચાતકર્મ દોષની સાથે કર્યો છે. તેનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થ વગર ખરડાયેલા હાથ, કડછી કે કટોરા વગેરેથી લઈને કોઈ પણ વસ્તુ વહોરાવે અને વહોરાવ્યા પછી તે ગૃહસ્થ પશ્ચાતુકર્મ દોષ લગાડે તો ભિક્ષુ તે વસ્તુને ન લઈ શકે. તાત્પર્ય એ છે કે પશ્ચાત્કર્મ દોષ ન થાય તો વહોરાવી શકાય. પછીષ્મ – પશ્ચાતુકર્મ દોષ. સાધુને વહોરાવ્યા પછી તે હાથ કડછી વગેરેને ગૃહસ્થ કાચા પાણીથી ધોવાની પ્રવૃત્તિ કરે, તેમાં પાણી આદિના જીવોની વિરાધના થાય તેથી તેને પશ્ચાતકર્મ દોષ કહેવાય છે.
તેથી દાતાએ સમજવાનું એ છે કે આહાર–પાણી વહોરાવ્યા પછી હાથ, કડછી ધોવાય નહીં. હાથ ખરડાઈ જાય તો ચાટીને કે કપડાંથી લૂછીને સાફ કરી શકાય. જો હાથને ધોવા જરૂરી થાય એવા પદાર્થ હોય તો પહેલાંથી જ ચમચી વગેરેથી વહોરાવાય અને ચમચી, વાટકાથી વહોરાવ્યા પછી તેને પણ ધોવે નહીં પરંતુ તેને જમવા કે પીરસવાના ઉપયોગમાં લઈ લેવા જોઈએ અથવા વિવેકપૂર્વક રાખી મૂકવા જોઈએ. અંતગડ સૂત્ર અનુસાર દેવકી રાણીએ થાલમાં મોદક કાઢીને વહોરાવ્યા હતા અને પછી થાલને ત્યાં જ રાખી દીધો હતો. સંસદૃન ય દત્યેળ... - સાધુને વહોરાવવા માટે હાથ કે વાસણ બગાડે અને વહોરાવ્યા પછી તે હાથ વગેરેને સચેત પાણીથી સાફ કરે, તેમાં પાણીના જીવોની હિંસા થાય છે, તેથી મુનિ આહાર દ્રવ્યથી હાથ કે વાસણ ખરડાયેલા હોય, તેના દ્વારા જ ભિક્ષા ગ્રહણ કરે; એવું આ ગાથાનું તાત્પર્ય છે.
સાધુને ગોચરી વહોરાવ્યા પહેલાં દાતાના હાથ, કડછી વગેરે દેય પદાર્થથી કે અન્ય અચિત્ત કલ્પનીય પદાર્થથી ખરડાયેલા હોય અને તેવા હાથ વગેરેથી તે વહોરાવે તો મુનિને કલ્પનીય છે; કારણ કે ખરડાયેલા હોવાથી પશ્ચાતુકર્મ દોષની શક્યતા નથી. છતાં ય આ છત્રીસમી ગાથાના અંતિમ ચરણમાં એક શરત રાખેલ છે. યથા– નં તત્યેષિયું મને :- જો ત્યાં તે પદાર્થ નિર્દોષ હોય તો મુનિ ગ્રહણ કરે. પશ્ચાતુકર્મ દોષ રહિત હોવા છતાં ત્યાં એષણાના કે ગવેષણાના અન્ય કોઈ પણ દોષ ન લાગતા હોય; દાતા અને તેની પ્રવૃત્તિ તથા તે દેય પદાર્થ એષણીય = ગ્રહણ કરવા યોગ્ય હોય, સર્વ દોષોથી રહિત હોય તો લેવાય. અન્ય કોઈ એક પણ દોષ હોય તો તે લેવાય નહીં.
ગૌચરીની વિધિમાં મુખ્યતયા આહાર દેનાર દાતા, આહાર લેનાર મુનિ, દેય પદાર્થ– આહાર પાણી અને એષણા દોષ રહિત દાનવિધિ, તે ચાર બોલની શુદ્ધિ અનિવાર્ય હોય છે. તેમાંથી પ્રસ્તુત ગાથાઓમાં સુત્રકારે એષણીય, કલ્પનીય વગેરે શબ્દો દ્વારા આહાર દ્રવ્યની શુદ્ધિ અને આહાર આપનાર દાતાની